Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • Tv9 Gujarati
  • ABP Asmita
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)

    ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા દ્વારા ગાંધીજીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો હતો ત્યારે દાઈ રંભાએ તેમને એ ભય નિવારણ માટે ‘રામ’ નામનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના પિતા રાજકોટ રજવાડાના દીવાન બનતાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું હતું. અહીં તેમણે ‘પિતૃભક્ત શ્રવણ’ અને ‘સત્યવાદી હરિશ્ચંદ્ર'નાં નાટકો જોયાં. આ નાટકોની તેમના જીવન પર ઊંડી અસર થઈ. આ સમયે તેમણે સંકલ્પ કર્યો કે “જીવનભર સત્યનું આચરણ કરીશ.’ ગાંધીજીનાં લગ્ન 1883માં કસ્તૂરબા સાથે થયાં હતાં. પિતાના મૃત્યુ પછી તેમણે મેટ્રિક પાસ કરી અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. ઘરમાં બેરિસ્ટર થવાનું નક્કી થતાં તેઓ બૅરિસ્ટર થવા વિલાયત (ઇંગ્લેન્ડ) ગયા. વિદેશ જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં આગળ માંસ-મદિરાનું સેવન કરીશ નહીં અને તે અનેક મુશ્કેલીઓ વેઠીને પણ તેઓ અડગ રહ્યા. ત્યાં તેઓ સાદાઈથી રહેતા હતા. પોરબંદરની એક મેમણ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન તેમણે અંગ્રેજો તરફથી ભારતવાસીઓને થતા અન્યાયનો સામનો કર્યો. અહીં આગળ એમણે ‘નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના કરીને ગોરાઓ સામે ચળવળનું મંડાણ કર્યુ હતું. ગાંધીજી થોડા સમય માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે લોકમાન્ય ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે તથા ફિરોઝશાહ મહેતા જેવા રાજકીય આગેવાનોને દક્ષિણ આફ્રિકાની હકીકત સમજાવી હતી. બાદમાં તેમણે દક્ષિણ આફ્રિકા આવીને 1910 માં ટૉલ્સટૉય ફાર્મ ની સ્થાપના કરી હતી. તેઓએ યુરોપિયન પહેરવેશનો ત્યાગ કરી નાતાલથી ટ્રાન્સવાલ સુધીની કૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન ગાંધીજીને બે મહિનાની જેલની સજા થઈ હતી. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં મળેલી સફળતાની દુનિયાએ નોંધ લીધી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા છોડી 1915 માં ભારત આવ્યાં. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબ આશ્રમની સ્થાપના કરીને ગાંધીજી ભારતને સ્વતંત્રતા આપવાના કામમાં જોડાઈ ગયા. તેમની દેખરેખ અને આગેવાનીમાં નીચે મુજબની ચળવળો થઈ હતી. ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ અને ચળવળ • ચંપારણ સત્યાગ્રહ (1917) • ખેડા સત્યાગ્રહ (1917) • અમદાવાદ મિલ મજૂરોની હડતાળ અને મજૂર મહાજન સંઘની સ્થાપના (1917) • રૉલેટ ઍક્ટ સામેની ચળવળ (1919) • જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધ માટેની ચળવળ (1919) • અસહકાર ચળવળ (1920) • બારડોલી સત્યાગ્રહ (1928) • સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપ દાંડીકૂચ (1930) • વ્યક્તિગત સત્યાગ્રહ (1940) • હિંદ છોડોની ચળવળ (1942) • સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી આંદોલન. ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોની સાથે સાથે રચનાત્મક કાર્યો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા અનેક કાર્યો કર્યાં હતાં. હરિજન ઉદ્ધાર, ગૌસેવા, ખાદીગ્રામ ઉદ્યોગ, બુનિયાદી તાલીમ, કન્યા કેળવણી, સ્વદેશી અપનાવો, વ્યસન મુક્તિ, શ્રમનું મહત્ત્વ વગેરે જેવાં કાર્યો માટે તેમણે અનેક રાષ્ટ્રીય શાળાઓ, સાપ્તાહિકો, પ્રેસ, ખાદીગ્રામની સંસ્થાઓ, સમિતિઓ વગેરેની સ્થાપના કરી હતી. અમદાવાદની ‘ગૂજરાત વિદ્યાપીઠ’, ‘નવજીવન’ અને ‘હરિજન' વગેરે તેનાં ઉદાહરણો છે. ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં જણાવ્યું છે કે, “મારે દુનિયાને નવું કશું જ શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.” 30મી જાન્યુઆરી, 1948ને શુક્રવારે સાંજના સમયે પ્રાર્થનામાં જતી વખતે નથુરામ ગોડસેની ગોળીથી વિંધાઈને બાપુ “હે રામ” બોલી ઢળી પડ્યા હતાં. ‘ગાંધી’ માત્ર એક શબ્દ એક વ્યક્તિ ન રહેતાં વિશેષ અને અનોખી ઓળખના પ્રતિનિધિ બની ગયા છે. ખરા અર્થમાં તેઓ ભારતના ગાંધી નહીં પણ વિશ્વના ગાંધી બની રહ્યાં.

    02nd October

    Read more
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
    02nd October
    ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે.
    મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના...
    Read more
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી

    લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક સંઘમાં જોડાયા. દેશસેવાનું વ્રત લેતાં તેમણે અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં એમની ભાગીદારીને કારણે તેમને ઘણીવાર જેલમાં જવું પડ્યું. જેમાં 1920 ની અસહકારની ચળવળ અને 1941 નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતાં. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ પરિવહન મંત્રી બન્યા હતા. પરિવહન મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમવાર મહિલાને બસ-કંડક્ટર તરીકે નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. 1951 ના વર્ષમાં પંડિત જવાહરલાલ નેહરુ ના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે 1952, 1957 તેમજ 1962 ની ચૂંટણીઓમાં પોતાના પક્ષને ભારે બહુમતી સાથે વિજય અપાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયા બાદ શાસ્ત્રીજીએ 9 જૂન, 1964 ના રોજ પ્રધાનમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીજી શ્વેતક્રાંતિ માટે પણ ભારતમાં પ્રખ્યાત છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ જેને ટૂંકમાં NDDB તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના તેમના શાસનકાળમાં થઈ હતી. શ્વેતક્રાંતિની મદદથી શાસ્ત્રીજીએ ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવ્યું. તેઓ હરિતક્રાંતિ ના પ્રણેતા હતા, તે સમયમાં ભારતમાં અન્નની અછત રહેતી હતી ત્યારે શાસ્ત્રીજીએ દરેક ભારતીયોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું અને હરિતક્રાંતિ યોજીને ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.  લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત આદરપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966 માં ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન, જય કિસાન" નારો આપ્યો હતો.

    02nd October

    Read more
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
    02nd October
    લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
    લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક...
    Read more
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી

    વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજી એ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલ માં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં અભ્યાસ અર્થે જોડાયા. 1874 માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બની સંસ્કૃત શીખ્યા અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મહર્ષિ દયાનંદ દ્વારા સ્થાપિત પરોપકારિણી સભા ના સભ્ય પણ હતા. તેઓ મુંબઇથી પ્રકાશિત મહર્ષિ દયાનંદના ‘વૈદભાષ્ય'ના મેનેજર પણ હતા. 1884 માં ઓક્સફર્ડથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી. 1885 માં દેશમાં પરત ફર્યા. આ સમયગાળામાં તેઓએ ક્રમશઃ અજમેર, રતલામ અને જૂનાગઢ ના દીવાન તરીકે કામ કર્યું. તેઓ ઉદયપુરના મહારાજાના કાઉન્સિલ મેમ્બર તરીકે પણ નિમાયા. ઈંગ્લેન્ડમાં સ્વાતંત્ર્ય ચળવળના પ્રયાસોને મજબૂત બનાવવાના હેતુથી 1897 માં તેઓ ઈંગ્લેન્ડ ગયા, શ્યામજી કૃષ્ણ વર્માએ જાન્યુઆરી 1905 થી અંગ્રેજીમાં “ધ ઈન્ડિયન સોસિયોલૉજિસ્ટ' નામનું સામયિક બહાર પાડ્યું. 18 ફેબ્રુઆરી, 1905 માં તેમણે ઈંગ્લેન્ડમાં જ “ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓ માટે ખરીદવામાં આવેલ વિશાળ મકાનને કાર્યાલય બનાવી તેમણે તેને ‘ઈન્ડિયા હાઉસ” નામ આપ્યું. જર્મનીમાં મળેલ વિવિધ દેશોની પરિષદમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા એ તૈયાર કરેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેને વિશ્વભરના પ્રતિનિધિઓએ સન્માન આપ્યું હતું. મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાનાં અસ્થિઓ જિનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી. આઝાદી બાદ પેરિસના ડૉ. પૃથ્વીન્દ્ર મુખરજી ની વિનંતીને માન આપી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22 ઓગસ્ટ, 2003 ના રોજ તેમના અસ્થિઓ ભારત લાવ્યા. સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓની “વિરાંજલી યાત્રા” યોજીને વતન માંડવી લાવવામાં આવી અને ત્યાં ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી, જે ઈન્ડિયા હાઉસ જેવું જ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેરિસમાં તેમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મુંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમના જીવન અંગે એક પુસ્તક પણ લખેલું. તેમના વિશે લખાયેલ અન્ય લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે તેમજ ઘણા સ્થળે તેમના નામ પરથી માર્ગોનું નામકરણ પણ થયેલું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 4 ઑક્ટોબર, 1989 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

    04th October

    Read more
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
    04th October
    વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ
    Read more
    ભારતીય વાયુસેના દિન
    ભારતીય વાયુસેના દિન

    ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી ચાર વિમાનો, પાંચ પાઇલોટ્સ, તથા 19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેના આજે વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે. આ દિવસે વાયુસેનાની પરંપરા અનુસાર એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમો અંતર્ગત વિવિધ સામાજિક સમારોહ યોજાય છે. આ સમારોહમાં સેવાનિવૃત્ત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. સવારે સિનિયર સ્ટાફ ઑફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. શપથગ્રહણ સમારોહ પછી ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે. ભારતીય વાયુદળની કામગીરી સાત ભાગ (કમાન્ડ)માં વહેંચાયેલી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેના વડાને ઍર ચીફ માર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખના વડા હોવાથી તેઓ ભારતીય વાયુ સેનાના પણ વડા છે. જોધપુર, અંબાલા, કોઇમ્બતુર, બેંગલુરુ, હૈદરાબાદ, આગ્રા વગેરે સ્થળોએ તેનાં તાલીમ કેન્દ્રો છે. આપણા વાયુદળમાં મિગ, જગુઆર, મિરાજ, તેજસ વગેરે જેવા અત્યાધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. આકાશમાં પણ બળતણ ભરી શકે તેવા વિમાનો વાયુસેના પાસે છે. હિન્દુસ્તાન એરોનિટક્સ લિ. નામની જાહેર કંપની વિવિધ પ્રકારનાં વિમાનોનું ઉત્પાદન કરે છે. આ કંપની દ્વારા તાલીમી વિમાનો તેમજ મુસાફરી માટેનાં વિમાનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર છેઃ "નભ: સ્પૃશં દીપ્તમ્". (મહિમા સાથે આકાશને સ્પર્શ કરો) જે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને દર્શાવેલાં વિશ્વરૂપ દર્શન સમયે અર્જુને તેમના તે સ્વરૂપને આકાશને સ્પર્શતું અને દૈદીપ્યમાન કહ્યું હતું. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો છે. જેના ઉપરની ડાબી બાજુના ખૂણામાં ભારતનો તિરંગો છે. જ્યારે આ ધ્વજના જમણી બાજુ નીચેના ખૂણામાં કેસરી, સફેદ અને લીલા રંગના એક કેન્દ્રીય ચક્રો છે. આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો. આજ દિન સુધી ભારતીય વાયુસેનાએ ઘણાં મહત્ત્વ નાં ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવી છે. 1965 અને 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણી વાયુસેનાએ ભવ્ય વિજય અપાવી દેશની શાન વધારી છે. આપત્તિની પરિસ્થિતિમાં વાયુસેના રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. 1998 માં ગુજરાતમાં આવેલ ચક્રવાત, 2004 માં આવેલ સુનામી, ઉત્તર ભારતમાં આવેલ પૂર દરમ્યાન તેમજ દરેક આપત્તિ સમયે વાયુસેના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે. દેશમાં ભારતીય વાયુસેના હંમેશાં દેશના સંરક્ષણ માટે સજ્જ અને સમર્પિત રહે છે. ખરેખર ભારતીય વાયુસેના આપણા દેશનું ગૌરવ છે.

    08th October

    Read more
    ભારતીય વાયુસેના દિન
    08th October
    ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી...
    Read more
    વિશ્વ ટપાલ દિન
    વિશ્વ ટપાલ દિન

    વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ છે સમગ્ર જગત માટે એક ટપાલ વ્યવસ્થા. એક સમયે જ્યારે કબૂતરની કે અન્ય પક્ષીઓ દ્વારા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર બાદ કુરિયર વિભાગની શરૂઆત થઈ, હવે તો આજના સમયમાં આપણે ઈ- મેઈલ અને વોટ્સએપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ એકબીજાને મોકલતા થયાં છીએ. ટપાલ યુગની કલ્પના કરવી આજે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો, લાગણીઓ કે સંદેશાની વાતની આપ-લે કરવામાં આવતી હતી. ટપાલ શબ્દ સાંભળતાં જ આજની પેઢીને તો નવાઈ જ લાગે! ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1764 માં મુંબઇથી થઇ. 1854 માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં 21 નવેમ્બર, 1947 ના રોજ પ્રથમ સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એ નવી ટિકિટમાં “જય હિંદ” નારા સાથે ભારતીય ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. વિશ્વ ટપાલ દિનની શરૂઆત થઈ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે. ટપાલ ટિકિટના સંગ્રહ કરવાના શોખને “ફિલાટેલિ” કહે છે અને ટપાલ ટિકિટનો સંગ્રહ કરનાર વ્યક્તિ ‘ફિલાટેલિસ્ટ’ તરીકે ઓળખાય છે. ટપાલ ટિકિટના સંગ્રહનું સૌથી પહેલું આલ્બમ 1862 માં જસ્ટિન લેલિયટ નામની વ્યક્તિએ પેરિસમાં બહાર પાડ્યું હતું. કોઈ વ્યક્તિ, વસ્તુ કે બનાવની યાદગીરીમાં સ્મૃતિ ટિકિટ બહાર પાડવામાં આવે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ભારતે ટપાલ ટિકિટની 1600 કરતાં વધુ ડિઝાઇન બહાર પાડી છે. વિશ્વમાં ટપાલસેવાના જનક તરીકે ‘ક્લાઈવ'નું નામ લેવામાં આવે છે.

    09th October

    Read more
    વિશ્વ ટપાલ દિન
    09th October
    વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ...
    Read more
    દશેરા (વિજયાદશમી)
    દશેરા (વિજયાદશમી)

    દશેરા ભારતમાં ઉજવાતો હિંદુ તહેવાર છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમ ને દિવસે આવે છે. દશેરાના તહેવારને અનિષ્ટ પર ઈષ્ટની જીતના પ્રતીકના રૂપમાં મનાવવામાં આવે છે. કોઈ મનુષ્ય પૂર્ણ હોતો નથી. તેનામાં કોઈને કોઈ અવગુણ હોય જ છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અસત્ય, ઈર્ષ્યા, આળસ વગેરે. કોઈ પણ આંતરિક દૃષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે. આપણે આવા દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવીને દર વર્ષે વિજયાદશમી ઉજવવી જોઈએ. દશેરા એ ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો મહોત્સવ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિજયપ્રાપ્તિ માટે માં જગદંબા ની આરાધના-ઉપાસના કરવામાં આવે છે. તેથી જ સદીઓથી દશેરાનો ઉત્સવ ‘વિજય પ્રસ્થાનનો મહોત્સવ' ગણાય છે. આ શુભપર્વને વિજયમુહૂર્ત ગણવામાં આવે છે. રાજા-મહારાજાઓ આ દિવસે યુદ્ધ માટે વિજય પ્રસ્થાન કરતા ત્યારે દશેરાની આ કૂચ યાદગાર બની જતી. દશેરાના પર્વનું માહાત્મ્ય વર્ણવતી અનેક કથાઓ- માન્યતાઓ પ્રચલિત છે. ભગવાન રામે આ દિવસે લંકાપતિ રાવણ નો વધ કર્યો હતો એમ મનાય છે. ભગવતી દુર્ગામાતા એ આ દિવસે મહિષાસુર નામના દાનવનો વધ કર્યો હતો. છત્રપતિ શિવાજી એ પણ ઔરંગઝેબ ને પરાજિત કરવા આજ દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનું રક્ષણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. દશેરાનો તહેવાર વૈવિધ્યપૂર્ણ રીતે ઉજવાય છે. આ દિવસે ઠેકઠેકાણે હજારોની મેદની વચ્ચે રાવણ ના વિરાટ પૂતળાના દહનનો કાર્યક્રમ આતશબાજી સાથે ઉજવાય છે. ઉત્તર ભારત માં ઠેરઠેર ‘રામલીલા’ ભજવાય છે. ક્ષત્રિયો, રાજપૂતો અને સૈનિકો દશેરા ના દિવસે પોતપોતાના શસ્ત્રોની પૂજા કરે છે. શહેરોમાં ફાફડા-જલેબી ખાવાની એક ફેશન/પરંપરા હમણાંથી શરૂ થઈ છે એ પણ નોંધવા જેવું તો ખરું જ.   પૂ. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે, “દશેરાનો દિવસ એટલે બાહ્ય શત્રુની સાથે અંદર બેઠેલા ષડરિપુ ઉપર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા.” સ્વાતંત્ર્ય પૂર્વે દેશી રજવાડાઓ માં આ દિવસે હાથી- ઘોડાના શાહીઠાઠ સાથે રાજા-મહારાજાની ભવ્ય સવારી નીકળતી હતી અને ‘સીમોલ્લંઘન’ વિધિ કરવામાં આવતી હતી. આપણા ઈતિહાસમાં આવા અનેક દાખલા છે કે જયારે હિંદુ રાજાઓ આ દિવસે પ્રસ્થાન કરતા હતા.

    20th October

    Read more
    દશેરા (વિજયાદશમી)
    20th October

    દશેરા ભારતમાં ઉજવાતો હિંદુ તહેવાર છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમ ને દિવસે આવે છે.

    દશેરાના તહેવારને અનિષ્ટ પર ઈષ્ટની જીતના પ્રતીકના રૂપમાં મનાવવામાં આવે છે. કોઈ મનુષ્ય પૂર્ણ હોતો નથી. તેનામાં કોઈને કોઈ અવગુણ હોય જ છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અસત્ય, ઈર્ષ્યા, આળસ વગેરે. કોઈ પણ આંતરિક દૃષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે. આપણે આવા દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવીને દર વર્ષે વિજયાદશમી ઉજવવી જોઈએ. દશેરા એ ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો મહોત્સવ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિજયપ્રાપ્તિ માટે...
    Read more
    આઝાદ હિંદ ફોજ દિન
    આઝાદ હિંદ ફોજ દિન

    આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ હિંદ સરકાર નામની ભારતની પ્રથમ સ્વતંત્ર કામચલાઉ સરકારની જાહેરાત કરવામાં આવી હતી. તેથી, દર વર્ષે 21 ઑક્ટોબરે, આઝાદ હિંદ ફોજ અને ‘આઝાદ હિંદ સરકાર'ની રચનાની વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવે છે. દેશના હિત માટે વિદેશમાં કામ કરતા ઘણા ભારતીય ક્રાંતિકારીઓ હતા. આમાં રાસબિહારી બોઝ પણ હતા, જેઓ જાપાનમાં 1915 થી છુપા વેશે રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભારતીયોને એકત્ર કરવાની તક ઝડપી લીધી હતી. અંગ્રેજો વતી સંખ્યાબંધ ભારતીય સૈનિકો લડી રહ્યા હતા. જાપાને દક્ષિણ પૂર્વ એશિયામાં અંગ્રેજોને હરાવ્યા, તે દરમિયાન રાસબિહારી બોઝે કેપ્ટન મોહનસિંગને ભારતની આઝાદી માટે જાપાનના લોકો સાથે મળીને કામ કરવા સમજાવ્યા હતા. 1942 માં ટોકિયો ખાતે ભારતીયોની એક પરિષદ યોજાઈ જેમાં તેઓએ ‘ભારતીય સ્વતંત્રતા લીગ'ની રચના કરી હતી. ત્યારબાદ જૂન, 1942 માં બેંગકોક માં પરિષદ યોજાઈ, જ્યાં રાસબિહારી બોઝ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય સેનાને વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય બાદ કેપ્ટન મોહનસિંગ ને INA (ઇન્ડિયન નેશનલ આર્મી) ના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 40,000 ભારતીય સૈનિકો હતા. આ લીગે સુભાષચંદ્ર બોઝને ચળવળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલાં બોઝ 1941 માં ભારતથી બર્લિન ચાલ્યા ગયા હતા, જૂન, 1943 માં તેઓ ટોકિયો આવ્યા અને પછી સિંગાપોર માં INA (ઇન્ડિયન નેશનલ આર્મી) માં જોડાયા. રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને નેતૃત્વ સોંપ્યું અને આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેમણે ફોજનું નવસંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું. તેમણે “ચલો દિલ્લી” અને "તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા” જેવાં સૂત્રો આપ્યાં. તેમણે હિંદના અગ્રિમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, મૌલાના આઝાદ વગેરેનાં નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી. એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી, જેને ‘લક્ષ્મીબાઈ બ્રિગેડ’ નામ આપ્યું. આ સેનાનું પહેલું વડું મથક સિંગાપોરમાં અને બીજું રંગૂનમાં હતું. આ સેનાનો મુખ્ય હેતુ ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી આઝાદી મેળવવાનો હતો. આ સેનાએ આરાકાનના માર્ગે આગળ વધી ભારતની બ્રિટિશ સેનાને હરાવી. મે, 1944 માં મોડક અને કોહિમા કબજે કર્યાં હતાં; પરંતુ ઇમ્ફાલ મોરચે તેને પીછેહઠ કરવી પડી હતી. એપ્રિલ, 1945 માં બ્રિટિશ સેનાએ રંગૂન કબજે કરતાં આ સેનાના મોટા ભાગના સૈનિકો કેદ પકડાયા અને મે, 1945 માં તેની ચળવળ મંદ પડી ગઈ. તેની નિષ્ફળતા છતાં લશ્કરી ક્ષેત્રે તેણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. હિંદી સૈનિકોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો તે તેનું મોટું પ્રદાન ગણાય. આઝાદ હિંદ ફોજની રચના સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ આપણા પૂર્વીય રાજ્ય મણિપુર નો પણ છે. ત્યાનાં મોઈરંગ માં 14 એપ્રિલ, 1944 ના દિવસે કર્નલ શૌકત મલિક ના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આજે પણ ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને સુંદર સંગ્રહાલય પણ જોવા મળે છે.

    21st October

    Read more
    આઝાદ હિંદ ફોજ દિન
    21st October
    આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ...
    Read more
    વિશ્વ પોલિયો દિન
    વિશ્વ પોલિયો દિન

    ‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા માટે વૈશ્વિક પ્રયાસ શરૂ કર્યો. રોટરી ઇન્ટરનેશનલ અને WHO દ્વારા વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ (Global Polio Eradication Initiative) ની સ્થાપના 1988 માં થઈ હતી. વિશ્વ પોલિયો દિને વિશ્વભરની સંસ્થાઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), યુનિસેફ વગેરે પોલિયો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. પોલિયોની રસી આપી હોય તેવાં બાળકોને આ રોગ થતો નથી. બાળકો માટેની રસીકરણ યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયોની પહેલી રસી (ઈંજેક્શન) 1955 માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. ત્યારબાદ 1961 માં બીજી રસી (ઓરલડ્રોપ) ડૉ. આલ્બર્ટ સાબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું સફળ હથિયાર સાબિત થયું. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. પોલિયો મુખ્યત્વે ચેપગ્રસ્ત મળ, દૂષિત પાણી, ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. પોલિયો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે. પોલિયો એક એવો રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી. તેને માત્ર ઓરલ વેક્સિન એટલે કે OPV વડે જ અટકાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995 માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ૦ થી 5 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન (OPV)ના બે ડોઝ આપવામાં આવે છે. વર્ષ 2014 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી 'દો બૂંદ જિંદગી કી' ટેગલાઇન સાથે પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાનાં બાળકોને પોલિયો ડ્રોપનાં બે ટીપાં પીવડાવી રહ્યા છે.

    24th October

    Read more
    વિશ્વ પોલિયો દિન
    24th October
    ‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.
    બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા...
    Read more
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન

    બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની જરૂર લાગી. પરિણામે વિશ્વને આવા ભાવિ યુદ્ધમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા કેટલાક શાંતિચાહક રાષ્ટ્રોએ 24 ઑક્ટોબર, 1945 ના રોજ UNO (UNITED NATIONS ORGANISATION) ની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેમાં 51 સભ્ય રાષ્ટ્રો હતાં. જે અત્યારે 193 છે. આ સંસ્થાનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિની રક્ષા કરવાનું, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી વિવિધ રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનું શાંતિમય સમાધાન લાવવાનું છે. દર વર્ષે 24 ઑક્ટોબરે UNO દિનની ઉજવણી કરવામાં આવે છે. તેની મુખ્ય કચેરી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે. UNOની વહીવટી ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે. UNOની વિવિધ 6 સમિતિઓ નીચે મુજબ છે. 1. સામાન્ય સભા 2. સલામતી સમિતિ ૩. આર્થિક અને સામાજિક સમિતિ 4. વાલીપણા સમિતિ 5. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત 6. સચિવાલય ભારતનાં વિજયાલક્ષ્મી પંડિતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે.   UNO ની વિવિધ સંસ્થાઓમાં WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) જિનીવા સ્થિત છે. UNESCO પેરીસ માં છે, જ્યારે UNICEF ન્યૂયોર્ક માં કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO) પણ જિનીવા સ્થિત છે. FAO, જે ખોરાક અને કૃષિ સાથે સંકળાયેલું છે, તે રોમમાં છે, અને વિશ્વ બેંક (IBRD) વોશિંગ્ટનમાં સ્થિત છે. સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર - ભારતે યુએનઓ મારફતે જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકારેલો છે. - ભારતે અન્ય દેશોને મુશ્કેલીના સમયમાં મદદ કરેલી છે. - ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.

    24th October

    Read more
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
    24th October
    બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
    1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની...
    Read more
    વિશ્વ બચત દિન
    વિશ્વ બચત દિન

    વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. 'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી ત્યારે એ હકીકત સર્વસ્વીકૃત બની કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે. ‘વિશ્વ બચત દિન' બચતના મહત્ત્વને પ્રસ્થાપિત કરવા તથા બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ઉજવવામાં આવે છે. 1924 માં ઇટાલી ના મિલાન શહેરમાં આંતરરાષ્ટ્રીય બચત બેંક નું પ્રથમ સંમેલન યોજાયું. આ સંમેલનના પ્રસ્તાવ મુજબ 31 ઑક્ટોબર ને વિશ્વ બચત દિન તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિન લોકપ્રિય બન્યો અને હાલ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસનું આયોજન કરનારી બેંકો એવા દેશો પર ખાસ ધ્યાન આપી રહી છે જ્યાં અનેક લોકો આજે પણ બૅન્કિંગ સેવાઓથી વંચિત છે. આ દેશોમાં આવી બચતબેંકોની વિવિધ શાખાઓ સરકારી અને બિન સરકારી સંગઠનો સાથે મળીને ખાસ પ્રકારના કાર્યક્રમો યોજી બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે પણ બાળકોમાાં રહેલી બચતવૃત્તિને પ્રોત્સાહન આપવા તથા તેનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરી શકીએ.

    30th October

    Read more
    વિશ્વ બચત દિન
    30th October
    વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે.
    'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી...
    Read more
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)

    31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે. સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના મોસાળમાં થયો હતો. કરમસદ તેમનું વતન હતું. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં થયું. તેઓએ નડિયાદમાં સરકારી અંગ્રેજી શાળામાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારબાદ વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1893 માં ઝવેરબા સાથે લગ્ન થયા હતા. ડાહ્યાભાઈ અને મણીબેન તેમનાં સંતાનો હતાં. સરદાર વલ્લભભાઈ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરવા ગયેલા એ સમય દરમિયાન બ્રિટિશ મ્યુઝિયમમાં એકી બેઠકે તેઓ કલાકો સુધી કાયદાના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. બૅરિસ્ટર બન્યા બાદ અમદાવાદ આવી તેઓએ ફોજદારી વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટેની આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી હતા. આઝાદી મેળવ્યાના શરૂઆતના સમયગાળામાં સમગ્ર ભારત દેશમાં લોકો વચ્ચે એકતા જળવાય તે માટે તેમણે સખત મહેનત કરી હતી. તેમણે દેશના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવા વિનંતી કરી તથા સમગ્ર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે પાંચસોથી વધુ દેશી રજવાડાંઓને એકઠાં કર્યાં અને અખંડ ભારત નું સ્વપ્ન સિદ્ધ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશના લોકોમાં સદાકાળ જીવંત રહે તે માટે આપણા રાજ્યમાં આવેલી સૌથી મોટી નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર જેટલી ઊંચી અને ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. જે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નામે ઓળખાય છે. આ પ્રતિમા એકતા અને શાંતિનું પ્રતીક બની રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી દ્વારા ભારતના દરેક નાગરિકને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની ફરજની યાદ અપાવવાનો છે. આ ભાવના વધારે દૃઢ કરવા આ દિવસ રાષ્ટ્રીય એકતા દિન તરીકે સ્વીકારાયો છે. ભારત સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શાસન ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. તેમાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે. આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ તહેવારો ઉજવાય છે અને લોકો ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અલગ-અલગ જીવન જીવે છે છતાં દેશ માટે તે સૌનો પ્રેમ એકસમાન છે અને તે રાષ્ટ્રીય એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

    31st October

    Read more
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
    31st October
    31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે.
    સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના...
    Read more
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન

    કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.  કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 7 નવેમ્બર ને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે નક્કી કરવાનું કારણ એ છે કે તે મેડમ ક્યૂરી નો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમ ની શોધ દ્વારા કેન્સરની સારવારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે કેન્સરના નિદાન માટે રેડિયો થેરાપીનો વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધ ને કેન્સર નિયંત્રણના પ્રયાસોની શરૂઆત કરી, જે કેન્સરની સારવાર માટે પ્રારંભિક તપાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કેન્સરના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કેન્સર સંબંધિત ચિંતાનું મુખ્ય કારણ એ છે કે નોંધાયેલા કેસના બે તૃતીયાંશ કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે, જે દર્દીના જીવનને નોંધપાત્ર રીતે અસર કરે છે. અંતિમ તબક્કે નિદાન થવાથી દર્દીના ઈલાજ અને જીવિત રહેવાની શક્યતા ઘટી જાય છે તેમજ સારવાર પછી જીવનની ગુણવત્તાને અસર કરે છે. અંતિમ સ્ટેજના કેન્સરની સારવારમાં ઘણો ખર્ચ થાય છે. કેન્સરના મોટાભાગના કેસો માત્ર અંતિમ તબક્કામાં જ નોંધાય છે તેનું મુખ્ય કારણ કેન્સરનાં લક્ષણો  અને સામાન્ય રીતે કેન્સર અંગે લોકોમાં ઓછી જાગૃતિ છે. જો પ્રારંભિક તબક્કામાં લક્ષણોની જરૂરી તપાસ થાય તો ઝડપી સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે લોકોને કેન્સરનાં સામાન્ય લક્ષણો અને તેના માટે કેવી રીતે તપાસ કરવી તે વિશેની જાગૃતિ હોવી જરૂરી છે. કેન્સરનું મુખ્ય કારણ તમાકુનો ઉપયોગ છે. તમાકુથી ઓછામાં ઓછા 14 પ્રકાર નાં કેન્સર થવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમાકુના ઉપયોગથી મોઢાનાં કેન્સર, ફેફસાનાં કેન્સર અને પેટનાં કેન્સર થાય છે. સમગ્ર દેશમાં કેન્સરના કેસનું વિશ્લેષણ કરતી વખતે ચોક્કસ ભૌગોલિક પેટર્ન શોધી શકાય છે. તમાકુ સંબંધિત કેન્સર અને સ્ત્રીઓમાં સર્વાંઇકલ કેન્સરની મોટી સંખ્યા મુખ્યત્વે નીચલા સામાજિક-આર્થિક દરજ્જાના લોકોમાં જોવા મળે છે, જ્યારે કેન્સરના અન્ય પ્રકારો જેમ કે સ્તન કેન્સર અને કોલોરેકટલ કેન્સર, જે સ્થૂળતા, વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તે ઉચ્ચ આર્થિક સ્થિતિના લોકોમાં જોવા મળે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્નનળી અને જરનાં કેન્સર જોવા મળે છે, જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે તેમની મસાલેદાર ખોરાક ની આદતો આ રોગ થવામાં મુખ્ય પરિબળ હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ખેતીમાં વિશેષ કરીને શાકભાજી, ફળો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પણ આમાં કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થોનું પ્લાસ્ટિકમાં પેકિંગ પણ જવાબદાર પરિબળ છે.એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા દર્દીઓને કેન્સર થવાનું કારણ તમાકુનું સેવન છે. તેથી તમાકુ અને તેની વિશેષ ગુટકા જેવી તમામ બનાવટો અને ધૂમ્રપાન બંધ કરવા ખાસ જનજાગૃતિ લાવવી જરૂરી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 7 નવેમ્બર નો દિવસ કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.         કેન્સર જાગૃતિ વિશે રસપ્રદ તથ્યો કેન્સરના આંકડા અટકાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ભારતમાં કેન્સર માટે જવાબદાર કારણોમાં 40% તમાકુ, બીડી, સિગારેટ, દારુ જેવાં વ્યસનોને કારણે છે, 20% રોગ ચેપ સંબંધિત છે અને બાકીનાં અન્ય પરિબળોને કારણે છે. જે જાગૃતિ દ્વારા રોકી શકાય તેમ છે. ભારતમાં દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સરનું નિદાન થયેલી દર 2 મહિલાએ ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. જો કે હાલના સમયમાં સર્વાઈકલ કેન્સર માટેની રસી ઉપલબ્ધ બની છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા અને ડરના કારણે ભારતમાં લગભગ 50% કેન્સરના કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે.

    07th November

    Read more
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
    07th November

    કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.


     કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં...

    Read more
    ડૉ. સી. વી. રામન જયંતી
    ડૉ. સી. વી. રામન જયંતી

    શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.  ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસને કારણે વિદ્યાર્થી આલમમાં તેઓ ખૂબ પ્રિય થયા હતા. ખગોળશાસ્ત્ર માં પણ તેમને ઊંડો રસ હતો. ડૉ. સી. વી. રામને પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈમાંથી 1904 માં સ્નાતક ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. 1907 માં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૪૦% થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતાથી કરી હતી. 1922 માં કોલકાતા યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઓફ સાયન્સની પદવી આપી. તેમજ લંડન રોયલ સોસાયટીએ તેમને ફેલોશીપ પણ આપી.  ડૉ. સી. વી. રામને 1928 ની 28 ફેબ્રુઆરી ના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. જેના આધારે તેમણે રામન ઈફેક્ટની શોધ કરી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે રામન ઈફેક્ટને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં 28મી ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રામન ઈફેક્ટમાં તેમણે પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે ઊંડું સંશોધન કર્યુ હતું. 1954 માં ડૉ. સી. વી. રામનને “ભારતરત્ન'નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોવા છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ભારતીય પરંપરા જોવા મળતાં હતાં, જેની નોંધ સમકાલીન લોકોએ લીધી છે.

    07th November

    Read more
    ડૉ. સી. વી. રામન જયંતી
    07th November

    શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.


     ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા...

    Read more
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ

    હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ડૉક્ટરેટની ઉપલબ્ધિ મેળવ્યા બાદ તેઓ સંશોધનકાર્યમાં જોડાયા.   1951માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ગયા. ત્યાં એલેક્ઝાન્ડર ટાડની સાથે ન્યૂક્લિક એસિડ પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ ફેડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત એસ્નેક એલિઝાબેથ સાથે થઇ. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નબાદ બ્રિટિશ કોલંબિયાના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં કામ કરવા માટે તેઓ કેનેડા જતા રહ્યા. ત્યાં તેમણે ફોસ્ફેટ એસ્ટર અને ન્યૂક્લિક ઍસિડમાં કાર્ય કર્યું. એ પછી હંમેશ માટે અમેરિકા જઇને વસી ગયા. ડૉ. ખુરાનાએ વિશ્વમાં પહેલા કૃત્રિમ જીનનું નિર્માણ કર્યું. તેમણે આનુવંશિક્તામાં જે કામગીરી કરી એને આજે પણ આધારરૂપ માનવામાં આવે છે.   ડૉ. ખુરાનાએ જીવરસાયણશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું છે. પ્રોટીન, પેપ્ટાઇડ, કોએન્ઝાઇમ-A ન્યૂક્લિયોટાઇડ, પૉલિન્યૂક્લિયોટાઇડ અને ફૉસ્ફેટ એસ્ટર અણુઓના બંધારણ નક્કી કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા. વિશેષ કરીને ન્યૂક્લિક ઍસિડ શૃંખલાનું સંશ્લેષણ કરવામાં તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. ડૉ. ખુરાનાને દેહધર્મ વિદ્યા (Psychology) ઔષધ વિજ્ઞાન (Medicine)માં સંશોધન માટે 1968 નું નોબેલ પારિતોષિક એનાયત થયું. તે ઉપરાંત માર્ક પારિતોષિક (1958, કૅનેડા), પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેનેડિયન પબ્લિક સર્વિસીસનો સુવર્ણચંદ્રક (1960), ગટિન્જન એકેડેમી ઑફ સાયન્સીસનું હાઇમાન પારિતોષિક (1967) વગેરે એનાયત કરીને તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પણ તેમને 'પદ્મવિભૂષણનો' ખિતાબ એનાયત કર્યો છે. તેમના મૃત્યુ (9 November, 2011) સુધી તેઓ અમેરિકામાં સ્થાયી રહીને સંશોધન કરતા રહ્યા હતા.

    09th November

    Read more
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ
    09th November
    હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ...
    Read more
    રાષ્ટ્રીય શિક્ષણ દિન
    રાષ્ટ્રીય શિક્ષણ દિન

    સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ કરવા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.         અબુલ કલામ આઝાદે 1912 માં કોલકાતામાં 'અલહિલાલ' નામે ઉર્દૂ સાપ્તાહિક શરૂ કરીને તેમાં પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. 1920 થી 1945 દરમિયાન તેમણે અનેકવાર કારાવાસ વેઠ્યો હતો. 1940 થી 1946 ના નિર્ણાયક વર્ષોમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. 'હિંદ છોડો' ચળવળ તથા કેબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા હતા. તેઓ ગહન ચિંતનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.   કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું પ્રદાન અમૂલ્ય હોય છે. શિક્ષણ થકી જ કોઈપણ દેશ પોતાનો વિકાસ સાધી શકે છે. અબુલ કલામ આઝાદને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ, 1947 થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી ભારતના શિક્ષણપ્રધાન હતા. તેઓએ ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.   આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદના જીવન તેમજ તેમના શિક્ષણક્ષેત્રમાં પ્રદાન અને સિદ્ધિઓ પર ચર્ચાઓ, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે ચર્ચાસભાઓ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણનું મહત્વ સમજે. તેઓશ્રી રાષ્ટ્રસેવાના કાર્યમાં 2 ફેબ્રુઆરી, 1958 થી મૃત્યુ સુધી કાર્યરત રહ્યા. તેમનાં વિવિધ પ્રકારનાં પ્રદાનોને ધ્યાને લઇ 1992 માં તેઓને મરણોપરાંત ‘ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

    11th November

    Read more
    રાષ્ટ્રીય શિક્ષણ દિન
    11th November
    સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ...
    Read more
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી

    નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે કોલેજમાંથી રાજીનામુ આપીને ભાવનગર રેલવે સ્ટેશન પાસે એક ધર્મશાળામાં 'દક્ષિણામૂર્તિ' નામની સંસ્થા સ્થાપીને તેના પૂર્ણકાલીન શિક્ષક બન્યા હતા. દક્ષિણામૂર્તિના પૂર્ણકાલીન સેવક બનીને તેમણે સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી. મહાત્મા ગાંધી ના નિમંત્રણથી 1926 ના અરસામાં તેઓ સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક બન્યા હતા. ગાંધીજીની નઈ તાલીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિને ચિતાર આપવા નાનાભાઈ ભટ્ટે 1938 માં આંબલા (સોનગઢ પાસે)માં ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ માટે 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળા સ્થાપી હતી. તેના પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ ઊભી થઈ અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઈ. બાદમાં તેમણે ઉચ્ચ શિક્ષણ માટે 1953 માં 'લોકભારતી (સણોસરા)' નામની સંસ્થા સ્થાપી હતી. આત્મચરિત્રકાર, કથાલેખક, શિક્ષણવિદ, પ્રયોગશીલ કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટ સાથે ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ 1948 માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1954 થી1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કેળવણી પ્રદાન માટે ભારત સરકારે તેમને 1960 માં 'પદ્મશ્રી' નો ઇલકાબ આપ્યો હતો. નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો', “લોકરામાયણ”, ‘આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો, 'દૃષ્ટાંત કથાઓ 1 અને 2', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર-1, 2', 'સંસ્થાનું ચરિત્ર', “પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે. નાનાભાઈ ભટ્ટનું અવસાન 31 ડિસેમ્બર, 1961 ના રોજ સણોસરા, ભાવનગર ખાતે થયું હતું. નાનાભાઈ ભટ્ટના વ્યક્તિત્વના અનેક આયામો હોવા છતાં ગુજરાત તેમને 'પાયાના કેળવણીકાર' તરીકે વધારે ગૌરવ આપે છે.

    11th November

    Read more
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી
    11th November

    નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે...

    Read more
    વિશ્વ ડાયાબિટીસ દિન
    વિશ્વ ડાયાબિટીસ દિન

    વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેથી આ રોગને કારણે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.   'વિશ્વ ડાયાબિટીસ દિન'ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, પણ લોકોની જીવનશૈલી બદલવાની પણ એટલી જ જરૂર છે. અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમ કરવાની આળસ, નિયમિત કસરત ન કરવી, જંકફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણોથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે. શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગર(ખાંડ)નું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારનાં હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે આ બન્ને પ્રકારનાં ડાયાબિટીસને સંબંધ છે.   ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષોનો નાશ થાય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી. ડાયાબિટીસનાં લક્ષણો: • વારંવાર તરસ લાગવી • વજન ઘટી જવું. • ખૂબ ભૂખ લાગવી. • શરીરમાં નબળાઈ લાગવી. • વારંવાર પેશાબ આવવો. • ઘા ન રૂઝાવા. • થાક લાગવો. • ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી. • અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે... ડાયાબિટીસનાં ઉપર બતાવેલાં લક્ષણો જણાય તો વહેલી તકે તેની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે અને જમ્યા પછી લોહીમાં સુગરની તપાસ જેવાં લોહીનાં પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. સાવધાની: • બ્લડ સુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. • ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા સુગર ધરાવતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઘરનું ભોજન લેવું. • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું. • ડૉક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન વિશે સમજી તેનું પાલન કરવું

    14th November

    Read more
    વિશ્વ ડાયાબિટીસ દિન
    14th November
    વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત...
    Read more
    બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
    બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)

    બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી વાર્તાઓ જ છે. બાળકોને વાર્તાનો ખજાનો મળી જાય તો બધું જ ભૂલી જાય. આમ, વાર્તા પણ શિક્ષણનું માધ્યમ બને તો શિક્ષણ પણ અસરકારક બને તે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.    ગિજુભાઈ બધેકા નો જન્મ 15 નવેમ્બર, 1885 ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. ગિજુભાઈના પિતાનું નામ ભગવાનજી અને માતાનું નામ કાશીબા હતું. તેમનું બાળપણ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વલભીપુરની શાળામાં લીધું. શિક્ષણ પૂરું કરી 1907 માં તેઓ વ્યવસાય અર્થે પૂર્વ આફ્રિક્રા અને પછી મુંબઈ ગયા હતા. પોતાના પુત્રના શિક્ષણની શરૂઆત થતાં તેમને શિક્ષણમાં રસ પડવા લાગ્યો. આખરે વકીલાતની ધીકતી કમાણી છોડી. ત્યાર પછી 1920 ના દાયકામાં ભાવનગરમાં આવેલા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળઅધ્યાપન મંદિર ની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્યપદે નિયુક્ત થયા.   બાળસાહિત્ય અને બાળકેળવણી જગતમાં આમૂલ પરિવર્તન લાવનાર શ્રી ગિજુભાઈ બધેકાએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પડકારી બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી. શાળામાં વર્ગખંડમાં પુરાઈ રહેલાં બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મૂકી દીધાં, ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજો સામે જોઇને શીખતાં કર્યાં. ભારતીય શિક્ષણનું પ્રચલિત સૂત્ર 'આચાર્ય દેવો ભવ' બદલીને એમણે 'બાળ દેવો ભવ'નો નૂતન ખ્યાલ આપ્યો ગિજુભાઈએ સાહિત્ય સર્જન, શિક્ષણ, બાળસાહિત્ય અને ચિંતન જેવા વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. જેમાં 'દિવાસ્વપ્ન પુસ્તક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમને બાળ કેળવણીમાં ઊંડો રસ હોઇ તેમની કાર્યશૈલીને કારણે તેઓ 'મૂછાળી મા'ના હુલામણા નામે પણ ઓળખાય છે. તેમણે બાળ કેળવણી અને બાળ સાહિત્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું અવસાન 23 જૂન, 1939ના રોજ થયું હતું.   શાળા કક્ષાએ બાળવાર્તાઓ હવે અભ્યાસક્રમ સાથે વણાઈ જ ગઈ છે, છતાં આ દિન વિશેષ પર વાર્તાથી બાળઘડતર તથા ભાષાસમૃદ્ધિ માટેની વિશેષ જરૂરિયાત ધ્યાને લઇ બાળકો માટે આનંદદાયી બનાવવા માટે બાળવાર્તા દિન ઉજવવામાં આવે છે.

    15th November

    Read more
    બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
    15th November
    બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી...
    Read more
    બિરસા મુંડા જયંતી
    બિરસા મુંડા જયંતી

    બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ કર્યું.   1894 માં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુર માં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર, 1894 ના દિને નવયુવાન નેતાના રૂપમાં મુંડાજાતિના લોકોને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં 1895 માં વ્યાપક આંદોલન 'ઉલ ગુલાન' નું નેતૃત્વ બિરસા મુંડા એ લીધું હતું. જે છોટાનાગપુર નજીકના લગભગ 400 ચોરસ માઈલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. 1895 માં એમને ગિરફતાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગાર (જેલ)માં બે વર્ષ રાખ્યા, પરંતુ બિરસા અને એમના સાથીઓએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાની લડત અને આરોગ્યના ક્ષેત્રે લોકસેવા કરવાના કારણે મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો.    બિરસા મુંડાએ પોતાના આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ -- જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડા જનજાતિના લોકોને ગૌરવપૂર્ણ ભૂતકાળના પ્રમાણે જીવન જીવવા પ્રેર્યા અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું તેમની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો.   ઓગસ્ટ, 1897 ના સમયમાં બિરસા અને એમના ચારસો સાથીઓએ તીરકામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898 ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડા જાતિના લોકોની અંગ્રેજ સેના સાથે લડાઇ થઈ. જાન્યુઆરી, 1900 માં ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો. ત્યારબાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી, 1900 ના દિને ચક્રધરપુર માં ધરપકડ વહોરી લીધી.    બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ 15 નવેમ્બર, 1988 ના દિને ટપાલટિકિટ બહાર પાડી હતી.

    15th November

    Read more
    બિરસા મુંડા જયંતી
    15th November
    બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે...
    Read more
    લાલા લજપતરાય પુણ્યતિથિ
    લાલા લજપતરાય પુણ્યતિથિ

    લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા. લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા ધુડીકે ગામમાં 28 જાન્યુઆરી, 1865 ના રોજ થયો હતો. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને માતાનું નામ ગુલાબદેવી અગ્રવાલ હતું. તેમની પત્નીનું નામ રાધાદેવી અગ્રવાલ હતું. તેમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં શિક્ષક હતા. 1870 માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. લાલા લજપતરાયે વકીલાતના અભ્યાસ માટે લાહોર ના સરકારી વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતી ના હિંદુ સુધારણા આંદોલન થી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા ઉપરાંત લાહોર સ્થિત આર્થ ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા.1884 માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. 1886 માં હિસારમાં વકીલાત શરૂ કરી. અહીં તેમણે બાબુ ચૂડામણે સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી. બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી 1888 અને 1889 માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. 1892 માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ લાલા લજપતરાયને 1907 માં કોઇ પણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. પરંતુ તેમની વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર, 1907 માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી. તેઓ 1920 ના કલકત્તા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા. લાલા લજપતરાયે 'ધી પંજાબી અને 'ધી પ્યુપિલ' વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. 1928 માં અંગ્રેજ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જહોન સાઇમન ના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન અંગ્રેજો દ્વારા લાઠીચાર્જ થતા ગંભીર રીતે ઘવાયેલા લાલા લજપતરાયનું 17 નવેમ્બર, 1928 ના રોજ અવસાન થયું.

    17th November

    Read more
    લાલા લજપતરાય પુણ્યતિથિ
    17th November

    લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા.

    લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા ધુડીકે ગામમાં 28 જાન્યુઆરી, 1865 ના રોજ થયો હતો. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને માતાનું નામ ગુલાબદેવી અગ્રવાલ હતું. તેમની પત્નીનું નામ રાધાદેવી અગ્રવાલ હતું. તેમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં શિક્ષક હતા. 1870 માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં...

    Read more
    કેશવચંદ્ર સેન જન્મજયંતી
    કેશવચંદ્ર સેન જન્મજયંતી

    થોડીક ઉંમરમાં જ ઘણું બધું કરનાર કેશવચંદ્ર સેનનો જન્મ ૧૯ નવેમ્બર,૧૮૩૮ ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્યારેમોહન હતું, જેઓ પ્રસિદ્ધ વૈષ્ણવ તેમજ વિદ્વાન દીવાન રાયમલ સેનના પુત્ર હતા અને બંગાળની એશિયાટિક સોસાયટીના મંત્રી તરીકે નિમણુંક પામેલ પ્રથમ ભારતીય હતા. દીવાન રાયમલ સેન પોતાના પૌત્રને મોટેભાગે દેખરેખમાં જ રાખતા હતા અને સામાજિક કાર્યક્રમો તથા સભા - સોસાયટીઓમાં પોતાની સાથે જ લઈ જતા હતા. એને લીધે કેશવચંદ્ર સેનમાં જલ્દીથી સામાજિક ચેતના જાગી ઉઠી અને ઉંમર સાથે વિચારશક્તિ પણ આત્મનિર્ભર થવા લાગી. આગળ જતા તેમણે સામાજિક કુરિવાજો, ધાર્મિક ભ્રાંતિઓ, અંધશ્રદ્ધા અને ઊંચનીચના ભેદ દૂર કરવા માટે ઘણું પ્રશંશનીય કાર્ય કર્યું. કેશવચંદ્ર સેન એક ધાર્મિક વૃત્તિવાળા અને આધ્યાત્મિક વિચારધારા ધરાવ સામાજિક કાર્યકર્તા હતા. પરંતુ ધર્મ પર વાદ - વિવાદ કરનારા અને ધર્મને સંકુચિત સીમામાં બાંધનારા પ્રત્યે તેમને ધણી ના પસંદગી હતી. ઓગણીસ વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા કેશવચંદ્ર સેન સમાજ-સેવાનાં કેન્દ્રમાં ઉતરી પડ્યા. રાજનારાયણ બસુએ લખેલાં “બ્રહ્મવાદ શું છે" એ પુસ્તકે તેમના પર પ્રભાવ પાડ્યો. સમાજસેવા કરવાની ઈચ્છાવાળા કેશવચંદ્ર સેનને એક નવી દિશા મળી અને તરત જ બ્રહ્મસમાજના સભ્ય બની ગયાં. નવું લોહી, નવો ઉત્સાહ અને નવીન કાર્યક્ષમતા લઈને આવેલા કેશવચંદ્ર સેને સંસ્થામાં એક નવીન પ્રાણ ફૂંકી દીધો. કેશવચંદ્ર સેન “બ્રહ્મસમાજ “ ના મુખ્ય કાર્યકર્તા બની ગયા. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને કેશવચંદ્રએ 'સત્યાર્થ પ્રકાશ' ની રચના હિન્દીમાં કરવા કહ્યું હતું. ઈ.સ.૧૮૭૦માં તેઓ ઈંગ્લેન્ડથી ભારત પરત આવ્યા ત્યારે તેમણે 'ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન' નામની સમાજ સુધારક સંસ્થાની સ્થાપના કરી. 'ભારત આશ્રમ' અને 'બ્રહ્મ નિકેતન' નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓનાં હિત માટે તેમણે અનેક શાળા અને વિક્ટોરિયા કૉલેજ જેવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે સમાજસુધાર, શિક્ષણ અને ધર્મ તથા અધ્યાત્મ ક્ષેત્રમાં એટલું બધું કામ કર્યું કે લોકો તેમને યુગો સુધી ભૂલી શકશે નહિં. આ રીતે જીવનભર સમાજની સેવા કરતાં અને આધ્યાત્મિક રાજદૂત તરીકે ઓળખાતા કેશવચંદ્ર સેનનું ૮ જાન્યુઆરી, ૧૮૮૪ ના રોજ માત્ર ૪૬ વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું હતું. ઈ.સ.૧૯૮૦માં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

    19th November

    Read more
    કેશવચંદ્ર સેન જન્મજયંતી
    19th November

    થોડીક ઉંમરમાં જ ઘણું બધું કરનાર કેશવચંદ્ર સેનનો જન્મ ૧૯ નવેમ્બર,૧૮૩૮ ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્યારેમોહન હતું, જેઓ પ્રસિદ્ધ વૈષ્ણવ તેમજ વિદ્વાન દીવાન રાયમલ સેનના પુત્ર હતા અને બંગાળની એશિયાટિક સોસાયટીના મંત્રી તરીકે નિમણુંક પામેલ પ્રથમ ભારતીય હતા. દીવાન રાયમલ સેન પોતાના પૌત્રને મોટેભાગે દેખરેખમાં જ રાખતા હતા અને સામાજિક કાર્યક્રમો તથા સભા - સોસાયટીઓમાં પોતાની સાથે જ લઈ જતા હતા. એને લીધે કેશવચંદ્ર સેનમાં જલ્દીથી સામાજિક ચેતના જાગી ઉઠી અને ઉંમર સાથે વિચારશક્તિ પણ આત્મનિર્ભર થવા લાગી. આગળ જતા તેમણે સામાજિક કુરિવાજો, ધાર્મિક ભ્રાંતિઓ,...

    Read more
    વિશ્વ બાળ અધિકાર દિન
    વિશ્વ બાળ અધિકાર દિન

    "પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારો પર ઘોષણા અને સંમેલન બંનેનું આયોજન કર્યું હતું.   'વિશ્વ બાળ અધિકાર દિન' બાળકોના અધિકારોની હિમાયત, પ્રોત્સાહન અને ઉજવણી કરવા, સંવાદો અને ક્રિયાઓનો અમલ કરવા પ્રેરણાત્મક બને છે. જે બાળકો માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરશે.   ‘વિશ્વ બાળ અધિકાર દિન' એ વાતની યાદ આપે છે કે દરેક બાળક ખાસ છે. બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરિયાતો અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.    વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણ મેળવે તથા બાળમજૂરોનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ. જે જગ્યાએ બાળમજૂરી થતી હોય ત્યાંથી આપણે વસ્તુની ખરીદી ન કરીએ. તેમને બાળક પાસે મજૂરી ન કરાવવા માટે સમજ આપીએ.   આ દિવસે બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય વગેરેની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. બાળકોની ક્ષમતા અને પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

    20th November

    Read more
    વિશ્વ બાળ અધિકાર દિન
    20th November
    "પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના...
    Read more
    વિશ્વ મત્સ્યપાલન દિન
    વિશ્વ મત્સ્યપાલન દિન

    વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ, વસવાટના વિનાશ અને દરિયાઈ સંસાધનોનું ટકાઉપણું જેવા અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો હતો.   મત્સ્યઉદ્યોગ એ દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં રહેતાં જળચર જીવો સંબંધિત છે. મત્સ્યોદ્યોગ એ જળચર ઉછેર પ્રક્રિયા, માર્કેટિંગ અને વિતરણના આધારે વિશ્વભરના આશરે 800 મિલિયન થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ઘણા લોકો માટે તે તેમની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો પણ એક ભાગ છે. વૈશ્વિક મત્સ્ય સંસાધનોના ટકાઉપણા માટે ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી એ સૌથી મોટો ખતરો છે.   છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની માછલીની નિકાસ આશરે છેતાલીસ હજાર કરોડ રૂપિયા ની હતી, જે ભારતની કૃષિ નિકાસના લગભગ 18% છે. ભારતે વર્ષ 2024-25 સુધીમાં 22 મિલિયન મેટ્રિક ટન માછલી ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવાનું નક્કી કર્યું છે. સમય સાથે ભારત સરકારે મત્સ્યોદ્યોગ માટેના બજેટમાં ઘણો વધારો કર્યો છે. ભારત વિશ્વમાં જળચર ઉછેર દ્વારા માછલીનું ઉત્પાદન કરતો બીજો અને વિશ્વમાં માછલીની નિકાસ કરતો ચોથો સૌથી મોટો દેશ છે. કારણકે તે વૈશ્વિક માછલી ઉત્પાદનમાં 7.7% ફાળો આપે છે. આ ક્ષેત્ર દેશમાં 2.8 કરોડ થી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે. માળખાકીય સુવિધાના પડકારો હોવા છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારનાં પગલાંથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વાર્ષિક 10% થી વધુ વૃદ્ધિ દર નોંધાતો રહ્યો છે.   મત્સ્યોદ્યોગને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વાતાવરણીય ફેરફાર અને જળાશયોમાં પ્લાસ્ટિક તથા અન્ય હાનિકારક પદાર્થો જળચર જીવો માટે વિનાશક બન્યા છે.   મત્સ્યોદ્યોગના વિકાસ માટે સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે પાંચ મુખ્ય માછીમારી બંદરો (કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઘાટ)નો વિકાસ માછીમારી હાર્બર નામની યોજના અંતર્ગત કર્યો છે. તમિલનાડુ માં બહુહેતુક સીવીડ પાર્ક હબ યોજના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કેન્દ્ર છે. જેમાં આશરે 15 લાખ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો વગેરેને પ્રત્યક્ષ રોજગારી મળી રહેશે. જે પરોક્ષ રોજગારની તકોના સ્વરૂપમાં આ સંખ્યા લગભગ ત્રણ ગણી હશે. નજીકનાં વર્ષોમાં માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. આવી તો ઘણી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. જેના દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન મળી રહે છે.    આપણા ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગ વિકસ્યો છે.

    21st November

    Read more
    વિશ્વ મત્સ્યપાલન દિન
    21st November
    વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ,...
    Read more
    ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યા જન્મજયંતી
    ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યા જન્મજયંતી

    મહાત્મા ગાંધીના અંતેવાસીઓમાંના એક ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનો જન્મ ૨૪ નવેમ્બર,૧૮૮૦ ના રોજ આંધ્રપ્રદેશના ગુંડુગોલાનુ ગામમાં તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાંથી એફ.એ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી. અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોકટર બન્યા. તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા નહીં. ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પ્રચાર માટે તેમણે અંગ્રેજીમાં 'જન્મભૂમિ ' સાપ્તાહિક પણ શરૂ કર્યું. તેમણે 'રાષ્ટ્રીય મહાસભાનો ઇતિહાસ' લખવાનું ભગીરથ કાર્ય કર્યું. જેને લીધે તેઓ ખૂબ પ્રસિદ્ધ બન્યા. જયપુરના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે, મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે, ભારતલક્ષ્મી બેંકના સ્થાપક તરીકે, અને પત્રકાર તરીકે ડૉ. પટ્ટાભિની સુદીર્ઘ સેવાઓને વર્ષો સુધી ભારતના લોકો યાદ કરશે. પંદરથી વધુ પુસ્તકો તેમણે લખ્યા છે. તેઓ અંગ્રેજીના ઉત્તમ વક્તા તેમજ લેખક હતા. તેઓ સંસ્કૃત પણ લખી તેમજ બોલી પણ શકતા. કુલપતિની હેસિયતથી તેઓ પોતાનું ભાષણ સંસ્કૃતમાં જ આપતાં. એમની પાસે મનોરંજક સંસ્મરણોનો વિપુલ ભંડાર હતો. તેઓ બહુ વિનોદી હતા. બહુમુખી પ્રતિભાશાળી ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનું ૧૭ ડિસેમ્બર,૧૯૫૯ ના રોજ ૭૯ વર્ષની વયે હૈદરાબાદ ખાતે અવસાન થયું હતું. તેમણે રાજકીય પ્રસિદ્ધિથી દૂર રહીને, ફક્ત રચનાત્મક કાર્ય પરત્વેજ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું એ બાબત જ તેમની મહાનતાની સૂચક છે. ૧૭ ડિસેમ્બર,૧૯૯૭ના રોજ ભારત સરકારનાં પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

    24th November

    Read more
    ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યા જન્મજયંતી
    24th November

    મહાત્મા ગાંધીના અંતેવાસીઓમાંના એક ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનો જન્મ ૨૪ નવેમ્બર,૧૮૮૦ ના રોજ આંધ્રપ્રદેશના ગુંડુગોલાનુ ગામમાં તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાંથી એફ.એ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી. અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોકટર બન્યા.

    તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા નહીં. ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પ્રચાર માટે તેમણે અંગ્રેજીમાં 'જન્મભૂમિ ' સાપ્તાહિક પણ શરૂ કર્યું. તેમણે 'રાષ્ટ્રીય મહાસભાનો ઇતિહાસ' લખવાનું ભગીરથ કાર્ય કર્યું. જેને લીધે તેઓ ખૂબ...

    Read more
    બરકતઅલી વરાણી જન્મજયંતી
    બરકતઅલી વરાણી જન્મજયંતી

    ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલામહુસેન વિરાણી. તેઓ તેમના ઉપનામ "બેફામ" થી વધુ જાણીતા છે. તેમનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેઓ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી એ અરસામાં કિસ્મતભાઈ તેમના ગઝલગુરુ બન્યા. બેફામ તેમની પાસેથી ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું. આ પાણીદાર ગઝલકારને મુંબઈ લઈ જવાનું માન ગઝલસમ્રાટ સ્વ. શયદાને ફાળે જાય છે. તે વખતના લોકપ્રિય સામયિક 'બે ઘડી મોજ' અને 'વતન' માં તેમણે કામ કર્યું. આકાશવાણી સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકે જવાબદારી સંભાળી. બેફામના ગઝલસંગ્રહો 'માનસર', 'ઘટા', તથા 'પ્યાસ'ની એકથી વધુ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. તેમનો છેલ્લો સંગ્રહ 'પરબ' પણ પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી ગઝલોમાં અત્યંત સરળતા ઉપરાંત ઊંચું દર્દ ઘૂંટી શકેલા શાયરોમાં 'બેફામ' નું નામ સૌથી પ્રથમ મૂકવું પડે. એટલું જ નહિ, ગઝલના મક્તામાં મૃત્યુ અંગેનો શેર મૂકીને જીવનની ફિલસૂફી રજૂ કરી દેવાની એમની નજાકત બીજા કોઈ ગુજરાતી શાયરમાં ભાગ્યે જ જોવા મળે. તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરામાં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા. ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા. આગ અને અજવાળા અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ તેમની નવલકથા છે. ૨ જાન્યુઆરી,૧૯૯૪ ના રોજ મુંબઇ ખાતે જયારે તેમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગુજરાતી ગઝલનો તખતો સૂનો થઈ ગયો, પણ એમની એક ગઝલના શેરમાં કહેતા ગયા છે : "આ બધા 'બેકામ' જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

    25th November

    Read more
    બરકતઅલી વરાણી જન્મજયંતી
    25th November

    ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલામહુસેન વિરાણી. તેઓ તેમના ઉપનામ "બેફામ" થી વધુ જાણીતા છે. તેમનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેઓ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી એ અરસામાં કિસ્મતભાઈ તેમના ગઝલગુરુ બન્યા. બેફામ તેમની પાસેથી ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું. આ પાણીદાર ગઝલકારને મુંબઈ લઈ જવાનું માન ગઝલસમ્રાટ સ્વ. શયદાને ફાળે જાય છે. તે વખતના લોકપ્રિય સામયિક 'બે ઘડી મોજ' અને 'વતન' માં...

    Read more
    ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
    ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)

    ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.   ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921 ના રોજ કોઝિકોડ, કેરળમાં થયો હતો. તેમના પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા હતું. ડૉ. કુરિયને બેચલર ઑફ એન્જીનિયરીંગ (B.E.) તેમજ ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આ ડિગ્રીઓ બાદ કુરિયને જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. તેઓ સરકારી સ્કોલરશીપ મેળવી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. જ્યાં તેમણે મિશિગન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ એન્જીનિયરીંગ (M.E.)ની ડિગ્રી મેળવી હતી. ડૉ. વર્ગીસ કુરિયને સ્નાતક અને ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 13 મે, 1949 ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા. તે સમયે ખેડા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાનગી પોલસન ડેરી સામે ઝઝૂમી રહ્યો હતો. આવા કપરા સંજોગોમાં તેઓ ઇજનેરી નોકરી છોડીને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ‘અમૂલ' ડેરીનો જન્મ થયો. AMUL એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલની સફળતાના પાયા પર રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ (NDDB) અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઇ, જેનું સુકાન પણ ડૉ. કુરિયને સફળતાપૂર્વક સંભાળ્યું હતું.   ડૉ. વર્ગીસ કુરિયનને અનેક ઍવોર્ડ મળ્યા હતા. જેમાં સાત જેટલા આંતરરાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને વર્લ્ડ ફૂડપ્રાઇઝ, ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ‘મિલ્કમેન ઓફ ઇંડિયા' તરીકે ઓળખાતા ડૉ. વર્ગીસ કુરિયન ટૂંકી માંદગી પછી 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર, 2012 ના રોજ નડિયાદમાં અવસાન પામ્યા હતા. વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હતું.   આ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ છે. કુરિયન જેના પ્રણેતા હતા તે શ્વેતક્રાંતિનાં મધુરાં ફળ આપણે ચાખીએ છીએ. આજથી માત્ર પચાસ વર્ષ પહેલાં ખેતીની સાથે માત્ર ખેતી આધારિત પૂરક ઉદ્યોગ તરીકે પશુપાલન થતું હતું. તેના બદલે હાલ પશુપાલન મુખ્ય વ્યવસાય બન્યો છે. વિશેષ તો ખેડૂતોની આર્થિક સ્થિતિને ઊંચે ઉઠાવી તેમનાં જીવનધોરણને ગુણાત્મક બનાવવામાં ડેરી ઉદ્યોગનો મહત્વનો ફાળો છે.

    26th November

    Read more
    ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
    26th November
    ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી...
    Read more
    બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
    બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)

    આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન - ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર નું વિશેષ યોગદાન હતું. તેથી તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે.   બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 ના રોજ મળી હતી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા-જુદા દેશના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યાર બાદ તેને 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.   ભારતીય બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી, પણ આ નકલો હાથથી લખીને તૈયાર કરવામાં આવી હતી. હાલમાં બંધારણની મૂળ નકલો સંસદની લાઇબ્રેરીમાં હિલિયમથી ભરેલા બોક્સ/કેસમાં રાખવામાં આવી છે. મૂળરૂપે ભારતનું બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું. બંધારણની વિશેષતાઓ : (1) લોકશાહી (2) બિનસાંપ્રદાયિક (3) પ્રજાસત્તાક (4) સંઘરાજ્ય સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના કરવામાં આવે છે : (A) સંઘ સરકાર અને (B) રાજ્ય સરકાર મૂળભૂત હક : (1) સમાનતાનો હક (2) સ્વતંત્રતાનો હક (3) શોષણ સામે વિરોધનો હક (4) ધાર્મિક સ્વતંત્રતાનો હક (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (6) બંધારણીય ઈલાજોનો હક

    26th November

    Read more
    બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
    26th November
    આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે,...
    Read more
    હરિવંશ રાય બચ્ચન જન્મજયંતી
    હરિવંશ રાય બચ્ચન જન્મજયંતી

    હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ અલ્હાબાદના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી દેવી હતું. તેમને બાળપણમાં 'બચ્ચન' કહેવાતા, જેનો શાબ્દિક અર્થ 'બાળક' થાય છે. પાછળથી તેઓ આ નામથી પ્રખ્યાત થયા. તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂ અને પછી હિન્દીનો અભ્યાસ કર્યો. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિ ડબલ્યુ.બી.યીટ્સની કવિતાઓ પર સંશોધન કરીને પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. ૧૯૨૬માં,૧૯ વર્ષની વયે, તેમણે શ્યામા બચ્ચન સાથે લગ્ન કર્યા, જે તે સમયે ૧૮ વર્ષના હતા. પરંતુ શ્યામાનું ટી.બી.થી ૧૯૩૭માં અવસાન થયું હતું. પાંચ વર્ષ પછી ૧૯૭૧માં, બચ્ચને એક પંજાબી તેજી સુરી સાથે લગ્ન કર્યાં, જે રંગભૂમિ અને ગાયન સાથે સંકળાયેલા હતા. તે જ સમયે, તેમણે 'નીડ કા નિર્માણ ફિર' જેવી કવિતાઓ રચના કરી. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. આકાશવાણીમાં સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા હતા. તેઓ આત્મકેન્દ્રિત કવિ હતા. આજે પણ માત્ર હિંદી ભાષાના જ નહીં, પરંતુ દેશના સર્વશ્રેષ્ઠ કવિઓમાં હરિવંશરાય બચ્ચનનું સ્થાન રહેલું છે. પાછળથી તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયના હિન્દી વિશેષજ્ઞ રહ્યાં હતા. તેઓ રાજ્યસભાના નામાંકિત સભ્ય હતા. હરિવંશરાય બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ અભિનેતા છે. હરિવંશરાય બચ્ચનની પ્રસિદ્ધ કૃતિ 'મધુશાલા' છે અને બીજી અન્ય રચનાઓ 'નિશા નિમંત્રણ', 'એકાંત સંગીત' છે. તેમની કૃતિ 'દો ચટ્ટાને' ને હિન્દી કવિતા માટે ૧૯૬૮માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. તે જ વર્ષે તેમને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ અને એકો-એશિયન સંમેલનનો કમળ પુરસ્કાર પણ મળ્યો હતો. બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે તેમને સરસ્વતી સન્માનથી નવાજ્યા હતા. ભારત સરકાર દ્વારા ૧૯૭૬માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે 'પદ્મ ભૂષણ' એનાયત કરાયો હતો. ૨૦૦૨ ના શિયાળાથી તેમની તબિયત લથડવાની શરૂ થઈ. જાન્યુઆરી ૨૦૦૩થી તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. વધુ પડતાં કષ્ટને લીધે તેમજ શ્વસન બિમારીને કારણે ૧૮ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ મુંબઇમાં તેમનું અવસાન થયું.

    27th November

    Read more
    હરિવંશ રાય બચ્ચન જન્મજયંતી
    27th November

    હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ અલ્હાબાદના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી દેવી હતું. તેમને બાળપણમાં 'બચ્ચન' કહેવાતા, જેનો શાબ્દિક અર્થ 'બાળક' થાય છે. પાછળથી તેઓ આ નામથી પ્રખ્યાત થયા. તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂ અને પછી હિન્દીનો અભ્યાસ કર્યો. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિ ડબલ્યુ.બી.યીટ્સની કવિતાઓ પર સંશોધન કરીને પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું.

    ૧૯૨૬માં,૧૯ વર્ષની વયે, તેમણે શ્યામા બચ્ચન...

    Read more
    ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
    ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી

    બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879 માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કર્યા બાદ પ્રખર વિજ્ઞાની લોર્ડ રેલે થી પ્રભાવિત થઈ તેઓ મેડિસિનનું ક્ષેત્ર છોડીને ભૌતિક વિજ્ઞાન તરફ દોરાયા. પ્રાકૃતિક વિજ્ઞાનમાં 'ટ્રાયપોસ'ની પદવી સાથે તેઓ ભારત પાછા ફર્યા.   1885 માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ માં ભૌતિક- વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1915 સુધી આ પદ ઉપર રહીને અધ્યાપન કાર્ય કર્યું. 1896 માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની ઉપાધિ આપી. પ્રેસિડેંસી કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1917 માં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને 1937 સુધી તેના નિયામક પદે રહ્યા.   કોલકાતા આવ્યા પછી શરૂઆતમાં ડૉ. જગદીશચંદ્ર બોઝે દ્વિ-વક્રીભવન અંગે સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. પછીથી તેમણે વિદ્યુત ચુંબકીય તરંગો પર પણ કાર્ય કર્યું હતું. તેઓએ સૌ પ્રથમ માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો)નો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમાં તેમણે બનાવેલા ઉપકરણને આપણે વેબગાઈડ તરીકે ઓળખીએ છીએ. રેડિયો તરંગના પ્રસારણ સાથે સંકળાયેલા ઈટલીના વિખ્યાત વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જી. માર્કોની એ તરંગોનો અભ્યાસ હાથ પર લીધો. તેના પહેલાં ડૉ. જગદીશચંદ્ર બોઝે એ કાર્ય હાથ પર લીધું હતું. કહેવાય છે તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવાં ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ ન હોવાને કારણે રેડિયોની શોધ નો શ્રેય માર્કોનીને જ મળે છે. પછી તેઓ વનસ્પતિ વિજ્ઞાન ના અભ્યાસમાં લાગી ગયા. ડૉ. બોઝે ક્રેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. તેમણે પ્રયોગો દ્વારા દાવો કર્યો કે વૃક્ષો અને છોડમાં જીવન છે, એ સાબિત કરવાનો પ્રયોગ રોયલ સોસાયટી માં થયો અને સમગ્ર વિશ્વએ તેની શોધની પ્રશંસા કરી. તેમણે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવી. આ પછી તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃત્તિઓ અનિયમિત થવા લાગી. આ પછી છોડમાં ઉત્તેજના માપવાવાળા ક્રેસ્કોગ્રાફ યંત્રે કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કર્યું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો હતો. આમ, તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવનાં લક્ષણો છે. વનસ્પતિમાં સંવેદનાની પ્રતીતિ કરી. આ શોધે જગતને આંજી દીધું.   કોલકાતામાં આવેલા બોટેનિકલ ગાર્ડનનું નામ "આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન" આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે લંડન રોયલ સોસાયટી એના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપતી પણ ડૉ. જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમને રોયલ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા. બ્રિટિશ સરકારે ડૉ. જગદીશચંદ્ર બોઝ ને 'કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર' અને 'નાઈટ'ની ઉપાધિ આપી હતી.   જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તેમજ પુરાતત્વશાસ્ત્રના ઊંડા અભ્યાસી એવા આ મહાન વૈજ્ઞાનિકનું 23મી નવેમ્બર, 1947 ના રોજ બિહારમાં અવસાન થયું.

    30th November

    Read more
    ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
    30th November
    બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા
    Read more
    સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
    સીમા સુરક્ષા દળ સ્થાપના દિન

    1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે.  BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે પાકિસ્તાની આક્રમણનો સામનો કરવો પડ્યો ત્યારે તે અપૂરતું સાબિત થયું અને ત્યારે ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા માટે વિશિષ્ટ સશસ્ત્ર દળની આવશ્યકતા સમજાઈ. સચિવોની સમિતિની ભલામણને આધારે 1 ડિસેમ્બર, 1965 ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તે હાલમાં વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક દળ છે. આ સંસ્થાના પ્રથમ વડા અને સ્થાપક કે. એફ. રૂસ્તમજી (IPS) હતા. BSFની સ્થાપના થઈ ત્યારે 25 બટાલિયન હતી. હાલમાં લગભગ 186 બટાલિયન છે અને તેમાં 2 લાખ થી વધુ જવાનો છે. તેની પાસે ઍર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. BSF પાસે અધિકારીઓની કેડર છે, પરંતુ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) હંમેશાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય છે. BSFનો ધ્યેયમંત્ર છે: "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ." તેનું સૂત્ર છે "જીવન પર્યંત કર્તવ્ય.” ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા ઉપરાંત, BSF કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં પણ જોડાય છે. તે United Nations (UN) મિશન માટે કર્મચારીઓને પણ મોકલે છે. BSF પાસે પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) આપત્તિઓ સહિત તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે વિશેષ બટાલિયન છે. ગુજરાતની પાકિસ્તાન સાથેની નડાબેટ બોર્ડર પર BSF દ્વારા રીટ્રીટ (પરેડ) થાય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહે છે. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડર, કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય અને 2000ના દાયકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી અથડામણમાં BSFની મુખ્ય ભૂમિકા રહી હતી. શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું, સરહદ પર દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી, ભારતમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા સહિત સરહદ પારના ગુનાઓ અટકાવવા તેમજ ઘૂસણખોરી અટકાવવી અને સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેવી પ્રવૃત્તિઓ BSF દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુદ્ધ દરમિયાન સોંપાયેલ ક્ષેત્રોનો બચાવ, દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહીમાં વ્યસ્ત રહેવું, સેના દ્વારા જીતાયેલા દુશ્મન પ્રદેશના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, સરહદી વિસ્તારોમાં સેનાના માર્ગદર્શક તરીકે કામ કરવું જેવાં કાર્યો પણ કરે છે.

    01st December

    Read more
    સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
    01st December

    1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે. 

    BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે...

    Read more