-
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ
ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.
પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા.
મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.
બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે.
મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.