-
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી
ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”
માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.
હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.
લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.
વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.
રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.