અમદાવાદ, ખેડા, આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના.
Published on: 29th July, 2025
Sabarmati Flood Alert: ઉપરવાસમાં ભારે વરસાદથી અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લામાં એલર્ટ. સ્થાનિક પ્રશાસને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપી છે. સાબરમતી નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને વૌઠા અને પાલ્લા નજીક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.