શહીદ દિન
23rd March

"शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले,
वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा। "

23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ના બલિદાનની સ્મૃતિમાં ‘શહીદ દિન' ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ, 1931 ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ. આ ત્રણેય ક્રાંતિવીરોએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની દેશભક્તિની ભાવનાને કારણે તેઓને આજે પણ ભારતનાં યુવાનો માટે પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. ખૂબજ નાની ઉંમરે તેમણે હિંમતભેર દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.

શહીદ દિન આ ત્રણ ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરવા માટે તો છે જ, સાથે સાથે અંગ્રેજોના દમનકારી શાસન સામે માતૃભૂમિનો અવાજ બનેલા અનેક રાષ્ટ્રભક્તો અને તેમના બલિદાનને પણ યાદ કરવાનો છે. આજે આપણે સ્વતંત્રતાનાં મીઠાં ફળ પામ્યા છીએ તે આવા અનેક લોકોના ત્યાગ અને બલિદાનના કારણે છે. રાષ્ટ્રના સપૂતોને વંદન કરીએ અને તેઓએ અપાવેલી આઝાદીનું જતન કરવા સંકલ્પ લઈએ.