-
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ આરોગ્ય દિન
07th April
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેને સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને આરોગ્ય સેવાઓ આપવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યા છે. દરેક જગ્યાએ સારી આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. તમામ દેશો રોગમુક્ત હોવા જોઈએ અને તેમને સ્વાસ્થ્ય સેવાઓની દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની અછત ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આજે ચિકિત્સાના ક્ષેત્રમાં વિશ્વ ઘણું આગળ વધી ગયું છે. પણ લોકોની આધુનિક જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ મહત્ત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઈ રહેલાં શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ ના કારણે લોકોનાં ખાનપાન પણ બદલાયાં છે. તેથી, તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં તમાકુ, બીડી, સિગારેટ વગેરે વ્યસનો તરફ વળ્યા છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. આવાં કેફી દ્રવ્યોના વ્યસનથી આજના યુવાનો ખૂબ નાની ઉંમરે અસાધ્ય રોગોનો ભોગ બને છે.
તમાકુનું વધુ વેચાણ અને તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં તમાકુનું સેવન અને તેનું વધતું જતું પ્રમાણ એ આરોગ્યની દૃષ્ટિએ ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં યુવા પેઢી અને તેમાંય ખાસ કરીને, બાળકોમાં તમાકુનું સેવન અને તેની આડઅસરોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનનું 'ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ' ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકાર દ્વારા 2003 માં આ વ્યસનોને નિયંત્રણમાં લાવવા માટે જાહેરાતના સંદર્ભે એક કાયદો ઘડવામાં આવ્યો હતો.
આજે સતત થઈ રહેલું વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને બદલાતા જતા પર્યાવરણના કારણે વાઈરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે માનવીનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાની તંદુરસ્તી જાળવી રાખવી એક મોટો પડકાર બની ગયો છે. વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ (ફિટ) હોય ત્યારે જ તેનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે.