-
વિશ્વ સ્કાઉટ દિન
વિશ્વ સ્કાઉટ દિન
22nd February
વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો હતો, તે 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ સ્કાઉટ્સ BSA (Boy Scouts Of America) તરીકે જાણીતો બન્યો.
ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ (BSG) વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટ (WOSM) નામની વિશ્વ સ્કાઉટીંગ સંસ્થા સાથે જોડાયેલ છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1909 ના રોજ રોબર્ટ બ્રેડન-પોવેલ દ્વારા ભારતમાં લેક મસૂરી ખાતે કરવામાં આવી હતી . તે વિશ્વભરના વિવિધ દેશોમાં ફેલાયેલા કરોડો સભ્યો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેઓનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવાં કે દેશભક્તિ, પ્રામાણિકતા, હિંમત, દયા વગેરેથી ભરપૂર જીવન જીવવામાં મદદ કરવાનો છે. તેઓ વિવિધ દેશોના સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમો માટે પણ પૂરતી તકો પૂરી પાડે છે.
સ્કાઉટિંગ એ વિશ્વવ્યાપી, સ્વૈચ્છિક અને બિનરાજકીય ચળવળ છે અને તેનું સૂત્ર માનવજાતની સેવા અને પ્રકૃતિના રક્ષણ માટે 'તૈયાર રહો' છે. સ્કાઉટિંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસને સક્ષમ કરે છે અને તેમને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની તાલીમ આપે છે. આત્મવિશ્વાસ, આત્મસન્માન, મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો, નેતૃત્વ કૌશલ્યો, ટીમનિર્માણ, આઉટડોર સાહસ, શિક્ષણ અને આનંદ વગેરે માટે સ્કાઉટિંગ ઉપયોગી છે. સ્કાઉટિંગ પ્રોગ્રામના મુખ્ય ઉદ્દેશ્યો ચારિત્ર્ય વિકાસ, નેતૃત્વ વિકાસ, નાગરિકતા તાલીમ અને સ્વસ્થતા છે.
સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એ દરેક યુવાનને રંગ, મૂળ કે જાતિને ધ્યાનમાં લીધા વિના માનવતાની સેવા કરવાની તક પૂરી પાડે છે. આ દિવસે સ્કાઉટ સભ્યો સંસ્થાના આદર્શો જાળવવા માટે સંકલ્પ કરે છે તેમજ જનકલ્યાણ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.
આમ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એસોસિએશનના સભ્યો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની ભાગીદારીનો આનંદ માણે છે.