-
વિશ્વ વન્યજીવ દિન
વિશ્વ વન્યજીવ દિન
03rd March
ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.
2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.
ઈશ્વરે સૃષ્ટિમાં નિર્માણ કરેલા દરેક જીવનું મહત્વ છે. પર્યાવરણનું ચક્ર કોઈને કોઈ રીતે દરેક સજીવ ઉપર નિર્ભર છે, પરંતુ માનવની આધુનિકતાની આંધળી દોટને લીધે કેટલાક સજીવોનું નિકંદન નીકળવા લાગ્યું. પ્રકૃતિને નુકસાન થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓથી તેમજ વધતા પ્રદૂષણની વિપરીત અસરથી પણ કેટલાક જીવો અને વનસ્પતિનો વિનાશ થવા લાગ્યો. કેટલાંક દુર્લભ વૃક્ષો કે પ્રાણીઓની પ્રજાતિઓની તસ્કરી પણ થવા લાગી આ પ્રકારની અનેક બાબતો વન્યજીવોના વિનાશની સાથે સૃષ્ટિનું સંતુલન પણ ખોરવે છે.
ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ ભૂપૃષ્ઠ, આબોહવા અને જૈવિક પર્યાવરણની દ્રષ્ટિએ વૈવિધ્યથી ભરપૂર છે. વર્ષઃ 2022 પ્રમાણે જૈવ વૈવિધ્ય ધરાવતા વીસ દેશો પૈકી ભારતનો આઠમો ક્રમ છે, પરંતુ જંગલના ઘટતા પ્રમાણ અને શહેરીકરણની માઠી અસર પર્યાવરણ પર થતી જોવા મળે છે. વન્યજીવોના સંરક્ષણની આહલેક જગાવતા આપણા દેશમાં પણ તેની જાગૃતિની જરૂરિયાત જણાય તે પીડાદાયક છે.
આપણા દેશમાં કારણ વિના ભૂમિ ખોદવી કે કોઈ વનસ્પતિનું પાન તોડવું એ પણ અયોગ્ય ગણવામાં આવે છે, કોઈ પણ પશુપંખીને છંછેડવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કેટલાક જીવો ઝેરીલા હોવા છતાં પણ તેને હણવામાં આવતા નથી, તેવા દેશમાં પણ વન્યજીવોના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંજોગોમાં વન્યજીવ દિનની ઉજવણી ખૂબ જ જરૂરી થઈ જાય છે.
આપણા પ્રસિદ્ધ કવિશ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ કરીએ -
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !