-
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '
આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.
૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા.
૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા હતા. સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા, જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવનપંથ અને જીવનરંગ જેવા આત્મકથાનકો લખ્યાં છે. ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા વગેરે આપણી ભાષામાં સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે. ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં ધૂમકેતુને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો. ૧૯૫૩માં તેઓને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તંભ અને અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ધૂમકેતુનું ૧૧ માર્ચ, ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.