-
ગુડી પડવો
ગુડી પડવો
19th March
ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે.
રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે દક્ષિણ ભારતના લોકોને વાનરરાજ વાલીના શાસનમાંથી મુક્તિ અપાવી હતી. તે સમયે દક્ષિણ ભારતના લોકોએ દરેક ઘરમાં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, જે પાછળથી ગુડી પડવાના તહેવારમાં ફેરવાઈ ગયો હતો.
જોકે, લોકો નવા પાકની ઉજવણી માટે પણ આ તહેવાર ઊજવે છે. એવું પણ માનવામાં આવે છે કે પુરાણો મુજબ બ્રહ્મદેવે આ સૃષ્ટિ ચૈત્ર સુદ એકમ (પ્રતિપદા)ના દિવસે નિર્માણ કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસનું મહત્વ દર્શાવતી બીજી બાબતો આ મુજબ છે:
. આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી.
. આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી અને શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો.
. વિશેષમાં ચૈત્ર સુદ એકમે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બન્નેનું રાજ્યારોહણ થયું હતું.
. આજ દિવસે ગુપ્તસમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી.
. શાલિવાહન નામના કુંભારના પુત્રે માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે જ આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસથી થાય છે.
ગુડી પડવો એ વર્ષનાં સારા ત્રણ મુહૂર્ત પૈકી એક સારું મુહૂર્ત માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે સવારે આંગણામાં ઘરની સામે ગુડી ઊભી કરવામાં આવે છે. વાંસના ઉપરના ખૂણા તરફ સાડી અથવા ઝરીનું વસ્ત્ર, હારડો, ફૂલોની માળા અને લીમડાનાં પાન લગાવીને એની ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં ઘરના આંગણામાં ગાયના છાણથી લીપણ કરીને તેના પર રંગોળી તૈયાર કરી પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરાય છે. ગુડીની ષોડશોપચાર (સોળ ઉપચાર) પૂજા કરવામાં આવે છે.
આ દિવસે લીમડાનાં કુમળાં પાન ખાવાની પ્રથા છે. તેમજ આ દિવસે લીમડો નાખીને તૈયાર કરવામાં આવેલ પ્રસાદ લેવા પાછળ પણ વિજ્ઞાન છે. લીમડાનાં પાન, ફૂલ, ચણાની પલાળેલી દાળ, જીરુ, હિંગ, આંબલી, ગોળ, મીઠું અને મધ નાખીને પ્રસાદ અને ચટણી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રસાદ લેવાથી શરીરમાં શક્તિનું નિર્માણ થાય છે. ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આ દિવસે વિવિધ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે.
આ જ દિવસે મહારાષ્ટ્રના લોકો નવી વસ્તુઓની ખરીદી કરે છે. જેમકે, વાહન, કપડાં અને સોનું, તેમજ ગૃહપ્રવેશ અને નવો વ્યવસાય કે ઉપક્રમ પણ આરંભ કરવામાં આવે છે. ગુડી પડવો એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.