-
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા.
કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. 'મિરઝા ગાલીબ' ની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ 'ગાલીબ' ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું. એટલે જ 'ગાલીબ'ની ગઝલોનો અંદાજ પણ અલગ હતો.
ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે . તેઓ પરંપરામાથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા. ઉર્દૂમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નઝમ-ઉદ-દૌલાનું બિરુદ મળ્યું હતું.
૧૫ ફેબ્રુઆરી,૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.