-
રામનવમી
રામનવમી
26th March
ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા.
શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી અને રામને વનવાસ' એવું રાજા દશરથ પાસે વરદાન માગતાં વયન પાલનના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો. સીતામાતાનું હરણ થતા રાવણ ઉપર વિજય મેળવી, તેના અત્યાચારી શાસનનો અંત આણ્યો. આ દરેક કથા ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતી છે.
શ્રીરામનું જીવન આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પુત્ર તરીકેની હોય કે પિતા તરીકેની દરેક ભૂમિકા આદર્શ રીતે ભજવી હતી. આજે પણ આદર્શ રાજ્યની કલ્પના કરવા 'રામરાજ્ય' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વનવાસ દરમિયાન કેવટ સાથે મૈત્રીની ઘટના અને શબરીનાં એઠાં બોર ખાવાની ઘટનામાં તેમની સરળતા અને સહજતા જોવા મળે છે. રાવણના અતિશક્તિશાળી ગણાતા સૈન્ય સામે વાનરસેનાને સાથે લઈ યુદ્ધ કરવાનું મહાન કાર્ય તેમણે અદભુત રીતે કરી બતાવ્યું હતું. તેમના આ કાર્યનો જોટો જડવો મુશ્કેલ છે.
રાજા તરીકે પોતાનું જીવન તમામ અપવાદોથી મુક્ત હોવું જોઈએ. આ આદર્શની સ્થાપના માટે પોતે દુ:ખ સહન
કરીને સીતાનો ત્યાગ કર્યો. તે પછી તેમણે હૃદયમાં કરુણરસ ભરીને લોક આરાધનાનું કાર્ય કર્યું. તેમના આદર્શ 디어에 કારણે આજે पा લોકમાનસમાં નામ તેમનું મર્યાદાપુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે. ભગવાન શ્રીરામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતનાં तमाम રાજ્યોમાં આ ઉત્સવ ભિન્નભિન્ન રીતે ઊજવવામાં આવે છે. ક્યાંક શોભાયાત્રા હોય. ક્યાંક સમલીલા ભજવાય. મંદિરોમાં મહાપૂજા થાય, રામચરિત માનસનું ગાન થતું હોય, દાન, ઉપવાસ, યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં છે.
રામાયણની મુખ્ય મુખ્ય ઘટનાઓને એક શ્લોકમાં સમાવવામાં આવી છે. જેને એક શ્લોકી રામાયણ તરીકે પણ ઓળખવામાં છે.
आदी राम तपोवनादि गमनं, हत्वा मूग कांचनं ।
वैदेहिहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणं ॥
वालि निर्दलनं समुद्रतरण लंकापुरीदाहनम् ।
पश्चाद रावण कुम्भकर्ण हननं एतद्वि रामायणम्॥
તાજેતરમાં જ રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા (ઉત્તરપ્રદેશ)માં 22 જાન્યુઆરી, 2024ના દિવસે શ્રી રામચંદ્રજીની બાળસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.