-
દાંડીકૂચ દિન
દાંડીકૂચ દિન
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. બ્રિટિશ શાસનને પડકારવા અને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેય માટે અંગ્રેજોએ લાદેલા કર વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ કોંગ્રેસ સમિતિમાં 1990 માં થયો હતો. તેમાં ગાંધીજી ને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સંપૂર્ણ સત્તા આપી હતી. દાંડીકૂચ આ લડતનો એક ભાગ હતો.
દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ગાંધીજી એ 12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ની પ્રાર્થનાસભામાં જણાવ્યું કે સવિનય કાનૂનભંગની આ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ છોડવી, મહેસૂલ આપવાનું બંધ કરવું, મીઠાના કાયદાનો ભંગ કરવો વગેરે જેવા કાર્યક્રમો કરવાના છે. તેમણે આ સભામાં જણાવ્યુ કે, “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”
ગાંધીજીએ કૂચ દરમિયાન દરેક સત્યાગ્રહીને ચુસ્ત રીતે નિયમો પાળવાનું જણાવ્યું હતું. દાંડીકૂચ દરમિયાન તેમણે હિંદુ-મુસ્લિમ એકતા અને રચનાત્મક કાર્યક્રમો પર ભાર મૂક્યો હતો. 24 દિવસ સુધી રોજ લગભગ 16 કિ.મી. (10 માઈલ) અંતર કાપીને સત્યાગ્રહીઓ દાંડી ગામે પહોંચ્યા હતા. 370 કિ.મી. જેટલી કૂચ કરી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. કૂચ દરમિયાન દર સોમવારે ગાંધીજી મૌન વ્રત પાળતા, અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં ગામોમાં સભા ભરી 5 એપ્રિલ ના રોજ સૌ દાંડી પહોંચ્યાં હતાં 6 એપ્રિલ ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ કહ્યું "મૈને નમક કા કાનૂન તોડ દિયા!" અને દાંડીના દરિયા કિનારે લોકોને સંબોધતાં કહ્યું કે, "હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આથી લૂણો લગાડું છું." મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે. સમગ્ર ભારત દેશમાં આ કૂચ પછી આવા અહિંસક સવિનય કાનૂનભંગ લડતનાં આંદોલનો શરૂ થયાં.
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજીએ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે અનેક ગામોમાં સભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પક્ષે ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ 4 મે ની મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 75,000 જેટલા સત્યાગ્રહીઓ ને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. દાંડીકૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય 30 જાન્યુઆરી, 2019 ના રોજ દાંડી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.