-
ચેટીચાંદ
ચેટીચાંદ
26th March
'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે.
સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી ચેટીચંદના તહેવારને સિંધી દિવસ તેમજ 'દરિયાલાલ જયંતી' પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનું અમર પર્વ દર વર્ષે દેશ વિદેશમાં ઉત્સાહ અને ઊમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઝુલેલાલના મંદિર ખાતે ઝુલેલાલ ભગવાનની પૂજા, શ્રી ભેરાણાસાહેબની પૂજા અને મહાપ્રસાદી (ભંડારો) થાય છે. ચેટીચંદના તહેવાર પાછળ વરુણ દેવતા અને ઝુલેલાલની પ્રાગટ્યકથા પણ જોડાયેલી છે.
ચેટીચંદના દિવસે સિંધીઓ ભૂતકાળના વિખવાદ ભૂલીને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટે છે આ દિવસે તેઓ ઝુલેલાલને ઉડેરોલાલ, દરિયાશાહ, લાલસાઈ, જ્યોતિનવારો, જિંદપીર જેવાં નામોથી પોકારે છે. તેમનો પ્રાગટયદિન યા જન્મદિન હોવાથી સિંધીઓ આ દેવતાની મૂર્તિને શણગારી તેમની જ્યોતિ પ્રગટાવી શહેરના γει વિસ્તારોમાં શોભાયાત્રા કાઢે છે. નાના-મોટા અને ગરીબ- તવંગરના ભેદભાવ ભૂલી જઈને ઝુલેલાલની જય પોકારતા શહેરમાં ફરીને નદી, સાગર કે જળાશયમાં ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરે છે.
નૂતન વર્ષના અભિનંદન પાઠવવા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં 'બહેરાના' (જ્યોત)ની શોભાયાત્રામાં સિંધી લોકનૃત્ય કે 'છેજ તેમજ 'ઝુમિર'નું આકર્ષણ અનેરું હોય છે. ઝુલેલાલનાં સ્તુતિ ગીતો ‘પંજડો' ગાતા અને દાંડિયારાસ રમતાં 'આયોલાલ ઝૂલેલાલ'ના ગગનભેદી નારા લગાવે છે. સિંધીઓ શોભાયાત્રામાં 'તાહીરી' (મીઠો ભાત)નો પ્રસાદ વહેંચે છે તેમજ કાબુલીચણાના વિતરણ સાથે દૂધનું શરબત પણ પીવડાવવામાં આવે છે.
આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેવા કે જનોઈ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. આ દિવસ પૂજા આરાધના કરવાનું પર્વ θ.