-
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા.
બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાયે મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય રચનામાં નવરસ, કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર,પ્રભાકર, મારી અસફળતા,ભારતીય સંસ્કૃતિઓની જ્ઞાન વાર્તા, સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે.
સાહિત્યિક સેવાઓ આપવા બદલ બાબુ ગુલાબરાયને આગ્રા યુનિવર્સિટીએ ડી.લીટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. બાબુ ગુલાબરાયે અંતિમ શ્વાસ સુધી સાહિત્યક્ષેત્રે સેવા આપી હતી. ૧૩ એપ્રિલ,૧૯૬૩ ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે તેમનું દેહાવસાન થયું. તેમના સન્માનમાં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ,૨૦૦૨ ના રોજ ૫ રૂપિયાના મૂલ્યની એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી અને જેના પર બાબુ ગુલાબરાયનું ચિત્ર તેમના ત્રણ મુખ્ય પુસ્તકો સાથે પ્રદર્શિત કરાયું હતું.