સુવર્ણ મંદિરના હેડ ગ્રંથી જામનગરની મુલાકાતે: ગુરુ તેગ બહાદુરજીની શહીદી નિમિત્તે સમાગમ યોજાયો
સુવર્ણ મંદિરના હેડ ગ્રંથી જામનગરની મુલાકાતે: ગુરુ તેગ બહાદુરજીની શહીદી નિમિત્તે સમાગમ યોજાયો
Published on: 22nd July, 2025

અમૃતસરના શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીર સિંઘજી જામનગર પધાર્યા. ગુરુ તેગ બહાદુરજી ની 350મી શહીદી નિમિત્તે જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ગુરમત સમાગમ યોજાયો. આ પ્રસંગે દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના હેડ ગ્રંથી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુમુખી ભાષાનો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. હરમંદિર સાહેબના હઝૂરી રાગી ભાઈ સુખજીતસિંઘે શબદ કીર્તન કર્યું. ત્યારબાદ લંગરનું આયોજન થયું.