મોડાસામાં ATS દ્વારા આતંકવાદી પકડાતા પોલીસનું કોમ્બિંગ: ધાર્મિક સ્થળો અને જાહેર વિસ્તારોમાં તપાસ.
Published on: 27th July, 2025
મોડાસામાં ગુજરાત ATSએ આતંકવાદી પકડ્યા બાદ અરવલ્લી પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. LCB, SOG, PI અને PSI સહિત 150 પોલીસકર્મીઓની ટીમોએ શહેરના શંકાસ્પદ વિસ્તારો, ધાર્મિક સ્થળો, હોટલો, મસ્જિદો અને મદરેસાઓમાં તપાસ કરી. હુસેની મસ્જિદની પણ મુલાકાત લેવાઈ. પોલીસે લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખી શાંતિપૂર્ણ તપાસ કરી, અને લોકોને સહકાર આપવા અપીલ કરી.