ટેરિફ વિઘાતક બનશે: આ યુક્રેન યુદ્ધ રોકવામાં નિષ્ફળતા પછીની ટ્રમ્પ વહીવટીતંત્રની રશિયા પરની હતાશા છે.
ટેરિફ વિઘાતક બનશે: આ યુક્રેન યુદ્ધ રોકવામાં નિષ્ફળતા પછીની ટ્રમ્પ વહીવટીતંત્રની રશિયા પરની હતાશા છે.
Published on: 21st July, 2025

યુક્રેન યુદ્ધ રોકવામાં નિષ્ફળ ગયા પછી, ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર દબાણ લાવીને પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યું છે, જેમાં ભારત, ચીન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. અમેરિકા NATOનો દુરુપયોગ કરી રહ્યું છે. રશિયન પેટ્રોલિયમની આયાત અંગે NATO સેક્રેટરી જનરલ માર્ક રુટેની ધમકીનો ભારતે જવાબ આપ્યો. આ ઘટનાક્રમે વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર પશ્ચિમી દેશોના દંભનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ વર્લ્ડ ઓર્ડર પછી રચાયેલા જગતને ખંડ-વિખંડ કર્યું છે.