બેડવા દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ ભરનારા 10 પશુપાલકો સામે કાર્યવાહીની માંગ સાથે સભાસદોનો હોબાળો.
Published on: 21st July, 2025
આણંદના બેડવા ગામની દૂધ મંડળીમાં અમૂલ ડેરીના સેમ્પલમાં 10 સભાસદોના દૂધમાં ભેળસેળ જણાઈ આવી. સભાસદોએ મંડળીમાં વિરોધ કરી ચેરમેન અને સેક્રેટરીને આવેદનપત્ર આપ્યું. ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી અને કાર્યવાહી નહીં થાય તો અમૂલ ડેરી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી. સરપંચ સહિત રાજકીય વગ ધરાવતા લોકોના નામ સામે આવતા કૌભાંડ દબાવવાની કોશિષ થઇ રહી હોવાના આક્ષેપો થયા.

Published on: July 21, 2025