સુરતમાં 'આરોગ્ય મંદિર' બીમાર: વડોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેમ્પસમાં ગંદકી અને દારૂની બોટલો મળતા તાત્કાલિક સફાઈના આદેશ.
સુરતમાં 'આરોગ્ય મંદિર' બીમાર: વડોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેમ્પસમાં ગંદકી અને દારૂની બોટલો મળતા તાત્કાલિક સફાઈના આદેશ.
Published on: 21st July, 2025

સુરત શહેરના વડોદ ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાં દારૂની બોટલો અને ગંદકી જોવા મળી. સ્વચ્છતાના દાવાઓ વચ્ચે, આરોગ્ય મંદિર પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય અને દારૂની બોટલો મળી આવતા સ્થિતિ ચોંકાવનારી છે. આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે તાત્કાલિક સફાઈ માટે સૂચના આપી, કમ્પાઉન્ડની અંદર અને બહાર સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવા જણાવ્યું.