નવસારીમાં વરસાદનું આગમન: તીઘરા જકાત નાકા, સર્કીટ હાઉસ, ઇટાડવામાં ધીમી ધારે વરસાદથી ગરમીમાં રાહત.
નવસારીમાં વરસાદનું આગમન: તીઘરા જકાત નાકા, સર્કીટ હાઉસ, ઇટાડવામાં ધીમી ધારે વરસાદથી ગરમીમાં રાહત.
Published on: 21st July, 2025

નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ. તીઘરા જકાત નાકા, સર્કીટ હાઉસ અને ઇટાડવામાં ધીમી ધારે વરસાદ નોંધાયો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીથી રાહત મળી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે આંશિક રાહત મળી છે, લોકોએ હાશકારો અનુભવ્યો.