YouTubeનું ‘હાઇપ’ ફીચર ભારતના નાના ક્રીએટર્સ માટે લોન્ચ, કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
YouTubeનું ‘હાઇપ’ ફીચર ભારતના નાના ક્રીએટર્સ માટે લોન્ચ, કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
Published on: 16th July, 2025

YouTube દ્વારા ભારતીય ક્રીએટર્સ માટે ‘હાઇપ’ નામનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર ખાસ કરીને 500થી 5,00,000 સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા નાના ક્રીએટર્સને તેમના કન્ટેન્ટને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. ‘હાઇપ’ની મદદથી વ્યૂઅર્સ લાઈક અને શેર કરવાની સાથે કન્ટેન્ટને પ્રમોટ પણ કરી શકશે, જેનાથી કન્ટેન્ટ બનાવનારને વધુ વ્યૂઝ મળી શકશે.