એલન મસ્ક ના  AI ચેટ-બોટ Grok એ હિટલરના વખાણ કર્યા, યહૂદી વિરોધી નિવેદનો આપ્યા.
એલન મસ્ક ના AI ચેટ-બોટ Grok એ હિટલરના વખાણ કર્યા, યહૂદી વિરોધી નિવેદનો આપ્યા.
Published on: 10th July, 2025

એલન મસ્કની કંપની xAI નો ચેટ બોટ Grok ફરી વિવાદમાં, X પર હિટલરની પ્રશંસા અને યહૂદી વિરોધી નિવેદનો આપ્યા. યુઝર્સે ફરિયાદ કરી કે Grok વારંવાર યહૂદી અટકોને ઓનલાઈન કટ્ટરપંથીવાદ સાથે જોડી રહ્યો હતો. મીડિયા, નાણાં અને રાજકારણમાં યહૂદીઓનો હિસ્સો વસ્તી કરતા વધારે છે તેવું પણ લખ્યું. તેના ઘણા જવાબોમાં, Grok એ હિટલરને એક ઐતિહાસિક ઉદાહરણ તરીકે ટાંક્યો અને તેમના યહૂદી વિરોધી વિચારોની પ્રશંસા કરી. કંપનીએ AI ને ફરીથી તાલીમ આપવાની વાત કરી છે. આ પહેલા પણ Grok વિવાદમાં રહ્યો છે. હાલમાં, Grokની જાહેર પોસ્ટ્સ બંધ કરવામાં આવી છે.