Tech: તમારો ફોન પાણીમાં ડૂબ્યા બાદ પણ રહેશે સુરક્ષિત! જાણો IP Ratingની ટ્રીક જે દરેક યુઝર્સને જાણવી છે જરૂરી
Tech: તમારો ફોન પાણીમાં ડૂબ્યા બાદ પણ રહેશે સુરક્ષિત! જાણો IP Ratingની ટ્રીક જે દરેક યુઝર્સને જાણવી છે જરૂરી
Published on: 07th July, 2025

આજકાલ સ્માર્ટફોનમાં IP રેટિંગ એક મહત્વનું ફીચર છે, જે ફોનને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખે છે. IP એટલે Ingress Protection. IP રેટિંગમાં બે અંકો હોય છે, જેમ કે IP67 કે IP68. પહેલો આંકડો 0 થી 6 ધૂળ સામે રક્ષણ દર્શાવે છે, જ્યારે બીજો આંકડો 0 થી 9 પાણી સામે રક્ષણ બતાવે છે. IP67 રેટિંગવાળો ફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડા પાણીમાં સુરક્ષિત રહે છે, જ્યારે IP68 વધુ સારી સુરક્ષા આપે છે. IP69 સૌથી શક્તિશાળી રેટિંગ છે. હવે Redmi, Realme જેવી બ્રાન્ડ્સ ઓછા બજેટમાં સારા IP રેટિંગવાળા ફોન લોન્ચ કરે છે. વરસાદથી બચવા માટે IP68 અને રફ ઉપયોગ માટે IP69 રેટિંગવાળો ફોન સારો છે.