Tech: Google કેમ આપે છે 8500 રૂપિયા? શું તમને પણ મળશે પૈસા?
Tech: Google કેમ આપે છે 8500 રૂપિયા? શું તમને પણ મળશે પૈસા?
Published on: 07th July, 2025

Google Pixel 6a યુઝર્સની ઓવરહિટીંગ અને બેટરીની ફરિયાદો બાદ બેટરી પરફોર્મન્સ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. જેમાં કાં તો મફતમાં બેટરી બદલશે અથવા $100 (લગભગ 8500 રૂપિયા) વળતર આપશે. Pixel 6Aની બેટરી કામગીરી સુધારવા Android 16 અપડેટ પણ આવશે. Pixel 6a યુઝર્સ કંપનીના સેવા કેન્દ્રમાં જઈ બેટરી બદલી શકે છે અથવા $100 કે $150 Google Store ક્રેડિટ લઈ શકે છે. લાયકાત ચકાસવા કંપનીના સપોર્ટ પેજ પર IMEI નંબર અને ઇમેઇલ સરનામું દાખલ કરવું પડશે. લોકલ રેગ્યુલેશનને લીધે કેશ પેમેન્ટની સુવિધા દરેક દેશમાં ઉપલબ્ધ નહીં હોય, Payoneer દ્વારા પેમેન્ટ થશે. લિક્વિડ ડેમેજવાળા ફોનને લાભ નહીં મળે. આ સુવિધા 21 જુલાઈ, 2025 સુધી ઉપલબ્ધ રહેશે.