Mobile યુઝર્સને લાગશે ઝટકો! રિચાર્જના દરોમાં થઇ શકે 12 ટકાનો વધારો
Mobile યુઝર્સને લાગશે ઝટકો! રિચાર્જના દરોમાં થઇ શકે 12 ટકાનો વધારો
Published on: 08th July, 2025

ભારતમાં ડિજિટલાઇઝેશન વધતા, મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર્સને મુશ્કેલી આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ મોબાઇલ બિલમાં 10-12% વધારો કરી શકે છે, કારણ કે એક્ટિવ સબસ્ક્રાઇબર્સ વધ્યા છે. એક્સપર્ટ્સના મતે, જુલાઈ 2024માં બેઝ પ્લાન 11-23% મોંઘા થયા હતા, જેનાથી ગ્રાહકો કંપની છોડી શકે છે. ટેરિફ વધારા સાથે ડેટા પણ ઓછો થઈ શકે છે. મે મહિનામાં 74 લાખ નવા એક્ટિવ યુઝર્સ ઉમેરાયા છે, જેથી કુલ યુઝર્સ 108 કરોડ થયા છે. Reliance Jioએ 55 લાખ અને ભારતી એરટેલે 13 લાખ ગ્રાહકો ઉમેર્યા છે.