Mobile યુઝર્સને લાગશે ઝટકો! રિચાર્જના દરોમાં થઇ શકે 12 ટકાનો વધારો
Mobile યુઝર્સને લાગશે ઝટકો! રિચાર્જના દરોમાં થઇ શકે 12 ટકાનો વધારો
Published on: 08th July, 2025

ભારતમાં ડિજિટલાઇઝેશન વધતા, મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર્સને મુશ્કેલી આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંતમાં મોબાઇલ બિલમાં 10-12% નો વધારો કરી શકે છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સ મુજબ, એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ વધવાથી કંપનીઓ દર વધારી શકે છે. જો કે, એક્સપર્ટ્સ ચેતવણી આપે છે કે જુલાઈ 2024 માં બેઝ પ્લાન 11-23% મોંઘા થયા હતા, જેનાથી ગ્રાહકો કંપની છોડી શકે છે. મે મહિનામાં એક્ટિવ યુઝર્સની સંખ્યા રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. Reliance Jio એ 55 લાખ અને ભારતી એરટેલે 13 લાખ એક્ટિવ ગ્રાહકો ઉમેર્યા છે.