લીંબડી હાઈવે: પોલીસે બે કન્ટેનરમાંથી રૂ. 1.94 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
લીંબડી હાઈવે: પોલીસે બે કન્ટેનરમાંથી રૂ. 1.94 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
Published on: 10th July, 2025

લીંબડી અમદાવાદ હાઈવે પર LCB અને પેરોલ ફર્લો સ્કોવડે બાતમીના આધારે બે કન્ટેનર પકડ્યા, જેમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી થતી હતી. પોલીસે કુલ રૂ. 1.94 કરોડનો દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન જપ્ત કર્યા, જેમાં 6,660 બોટલ કિંમત રૂ. 83.50 લાખ એક કન્ટેનરમાંથી અને બીજા કન્ટેનરમાંથી 7,944 બોટલ કિંમત રૂ. 1.01 કરોડનો દારૂ હતો. પોલીસે બે ટ્રક ચાલકોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં રાહુલભાઈ નામના વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી છે.