EPF Interest Rate : 7 કરોડ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, PF ખાતામાં આવી ગયા વ્યાજના પૈસા, ચેક કરો
EPF Interest Rate : 7 કરોડ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, PF ખાતામાં આવી ગયા વ્યાજના પૈસા, ચેક કરો
Published on: 08th July, 2025

7 કરોડ EPFO સભ્યો માટે સારા સમાચાર છે. સરકારે FY 2024-25 માટે PF વ્યાજના પૈસા જમા કરાવી દીધા છે, લગભગ તમામ EPF ખાતાઓમાં જમા થઇ ગયા છે. નાણા મંત્રાલય દ્વારા વ્યાજ દરની જાહેરાતના બે મહિનામાં આ કામગીરી પૂર્ણ થઇ છે. 96.51% PF ખાતાઓ માટે વાર્ષિક એકાઉન્ટ અપડેટ પૂર્ણ થયું છે અને બાકીના ખાતાઓમાં પણ આ અઠવાડિયે વ્યાજ જમા થઇ જશે. આ વખતે વ્યાજ જમા કરાવવાની સિસ્ટમ ઝડપી કરવામાં આવી છે. EPFOએ 8.25% વ્યાજ દરની જાહેરાત કરી છે અને સભ્યોના ખાતામાં લગભગ 4000 કરોડ રૂપિયા જમા થયા છે. PF બેલેન્સ મિસ્ડ કોલ, SMS, ઓનલાઈન પોર્ટલ અથવા ઉમંગ એપ દ્વારા ચેક કરી શકાય છે.