રાજકોટમાં જળક્રાંતિ: 111 નદીઓના જળ સાથે 2100 કળશની જલયાત્રા યોજાઈ, રેસકોર્સમાં વિશ્વની પ્રથમ 'જલકથા'ને વર્લ્ડ રેકોર્ડ મળશે.
રાજકોટમાં જળક્રાંતિ: 111 નદીઓના જળ સાથે 2100 કળશની જલયાત્રા યોજાઈ, રેસકોર્સમાં વિશ્વની પ્રથમ 'જલકથા'ને વર્લ્ડ રેકોર્ડ મળશે.
Published on: 14th December, 2025

સૌરાષ્ટ્રમાં જળસંચય અભિયાનને નવી ઊંચાઈ આપવા રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડૉ.કુમાર વિશ્વાસની વ્યાસપીઠે વિશ્વની પ્રથમ 'જલકથા' યોજાશે. 111 નદીઓના જળથી 2100 કળશની યાત્રા નીકળી, જેમાં હજારો લોકો જોડાયા. રેસકોર્સમાં આયોજિત 'જલકથા'ને વર્લ્ડ રેકોર્ડ મળશે. ટ્રસ્ટ દ્વારા 1,11,111 જળ સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ લેવાયો છે.