હિમાલયા મોલ પાસેથી દારૂનો મોટો જથ્થો LCBએ ઝડપ્યો; 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ, 5 ફરાર.
હિમાલયા મોલ પાસેથી દારૂનો મોટો જથ્થો LCBએ ઝડપ્યો; 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ, 5 ફરાર.
Published on: 14th December, 2025

ભાવનગર LCBએ હિમાલયા મોલ પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો. 1273 બોટલ દારૂ, કાર સહિત રૂ. 11,00,740નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે પાંચ ફરાર છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં 'For sale in Chandigarh only' લખેલી બોટલો મળી આવી. કાર પર ખોટી નંબર પ્લેટ HR-68-C 2595 લગાવાઈ હતી. નીલમબાગ police stationમાં ગુનો નોંધી તપાસ ચાલુ.