ઇજનેરી કાર્યને લીધે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ કરવામાં આવી.
ઇજનેરી કાર્યને લીધે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ કરવામાં આવી.
Published on: 14th December, 2025

ચુરુ–આસલુ–દૂધવા ખારા સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્યને કારણે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ થઈ. તારીખ 19.01.2026 અને 22.01.2026ના રોજ ભાવનગર ટર્મિનસથી ટ્રેન નંબર 19271, તેમજ 21.01.2026 અને 24.01.2026ના રોજ હરિદ્વારથી ટ્રેન નંબર 19272 રદ રહેશે. આરક્ષિત મુસાફરોને SMS alert મોકલવામાં આવશે. વધુ માહિતી માટે NTES એપ અથવા વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.