જામનગરમાં 4.60 કરોડના ખર્ચે બે ગ્રામ્ય માર્ગોના નવીનીકરણને મંજૂરી, મુસાફરી થશે સરળ.
જામનગરમાં 4.60 કરોડના ખર્ચે બે ગ્રામ્ય માર્ગોના નવીનીકરણને મંજૂરી, મુસાફરી થશે સરળ.
Published on: 14th December, 2025

જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4.60 કરોડના ખર્ચે બે માર્ગોને મંજૂરી અપાઈ. જેમાં 8.100 કિલોમીટર લાંબા બમથીયા-નાના ખડબા રોડ માટે 4 કરોડ રૂપિયા ફાળવાયા છે. બીજા પ્રોજેક્ટમાં મોટા પાંચસરાથી રાજ્ય ધોરીમાર્ગને જોડતા 1.5 કિલોમીટર લાંબા માર્ગ માટે 60 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, C.D. works અને રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. જેનાથી વાહનચાલકોને આરામદાયક અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.