શંખેશ્વરના પાડલામાં મજૂરે મજૂરીના પૈસા માટે પરિવાર પર હુમલો: માલિક, પત્ની, પુત્રને છરીથી ઇજા.
શંખેશ્વરના પાડલામાં મજૂરે મજૂરીના પૈસા માટે પરિવાર પર હુમલો: માલિક, પત્ની, પુત્રને છરીથી ઇજા.
Published on: 14th December, 2025

પાટણના શંખેશ્વરના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા મજૂરે માલિક, પત્ની અને પુત્ર પર છરીથી હુમલો કર્યો. ઘટના રાત્રે બની, જેમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા. સોહિલે પૈસા માંગતા અલીએ સગવડ થ્યે આપવાનું કહ્યું. ત્યારબાદ સોહિલે અલીના ઘરે જઈ ગાળો બોલી હુમલો કર્યો અને સૂતેલા અલી ભટ્ટીને છરી મારી. પત્ની મેમુદાબીબી અને 12 વર્ષીય પુત્ર અરશદને પણ ઇજા પહોંચાડી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.