સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
Published on: 14th December, 2025

ખેડૂતો માટે સારા સમાચાર! સરકારશ્રી દ્વારા યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં ૩૩૦૦ મેટ્રિક ટન યુરિયા, ૧૯૦૦ મે.ટન ડી.એ.પી., અને ૩૩૦૦ મે.ટન એન.પી.કે. ખાતર ઉપલબ્ધ છે. ૨૪૦૦ મે.ટન યુરિયાનો સ્ટોરેજ પણ છે. ખેડૂતોને જરૂર પૂરતી જ ખરીદી કરવા અને બિનજરૂરી સ્ટોક ન કરવા વિનંતી કરાઈ છે, દરેક સિઝનમાં ખાતર ઉપલબ્ધ રહેશે.