રાજકોટ: વિંછીયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે ખેડૂત પકડાયો.
રાજકોટ: વિંછીયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે ખેડૂત પકડાયો.
Published on: 14th December, 2025

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહીમાં, વિંછીયા પોલીસે અમરાપુર ગામમાં કપાસના પાક વચ્ચેના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે એક ખેડૂતની ધરપકડ કરી છે. પોલીસે ₹5.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ખેડૂત શામજીભાઈ ઝાપડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, વધુ તપાસ ચાલુ છે.