બોટાદમાં પ્રભારી સચિવ સંજીવ કુમારની સમીક્ષા બેઠક: વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની તૈયારીઓ તપાસાઈ.
બોટાદમાં પ્રભારી સચિવ સંજીવ કુમારની સમીક્ષા બેઠક: વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની તૈયારીઓ તપાસાઈ.
Published on: 14th December, 2025

બોટાદમાં પ્રભારી સચિવ સંજીવ કુમારની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને વિકાસ કાર્યોની સમીક્ષા માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ. સંજીવ કુમારે વિભાગોની કામગીરીની સમીક્ષા કરી, જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું. ૧૯મી તારીખે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો. કલેકટર જીન્સી રોય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.