લાકડીયામાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ: 5.8 kg ગાંજા સાથે બે ઝડપાયા, બે ફરાર.
લાકડીયામાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ: 5.8 kg ગાંજા સાથે બે ઝડપાયા, બે ફરાર.
Published on: 16th July, 2025

લાકડીયા પોલીસે બાતમી આધારે અજમેર પંજાબી હોટલ નજીકથી બે શખ્સોને 5.8 kg ગાંજા સાથે ઝડપી પાડ્યા. આરોપીઓ વિષ્ણુભાઈ ગમાર અને અજયભાઈ પરમાર સાબરકાંઠાના રહેવાસી છે. પોલીસે રૂ. 58,000 ની કિંમતનો ગાંજો, બેગ, મોબાઈલ અને આધારકાર્ડ જપ્ત કર્યા છે. મુકેશભાઈ બુંબડીયા અને દિનેશ બાવાજી ફરાર છે. "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ.