વડોદરા-દિલ્હી AI ફ્લાઇટ પુનઃ શરૂ થતા મુસાફરોને રાહત, 15 દિવસથી ફ્લાઇટ બંધ હતી.
વડોદરા-દિલ્હી AI ફ્લાઇટ પુનઃ શરૂ થતા મુસાફરોને રાહત, 15 દિવસથી ફ્લાઇટ બંધ હતી.
Published on: 16th July, 2025

વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લા 15 દિવસથી ઓપરેશનલ કારણોસર બંધ હતી, જે આજે ફરી શરૂ થઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ફ્લાઇટ્સની ફ્રિકવન્સી ઘટતા આ નિર્ણય લેવાયો હતો. સવારે 6:10 કલાકે ટેકઓફ કરતી આ ફ્લાઇટ પુનઃ શરૂ થતા મુસાફરોને રાહત થઈ છે અને દિલ્હીની અન્ય ફ્લાઈટ્સમાં ધસારો ઘટયો છે.