હવે અધિકારીઓને દોડવું પડશે: કમિશનર ચેમ્બરમાંથી શહેરની સમસ્યાઓનું CCTVથી મોનીટરીંગ અને તાત્કાલિક નિરાકરણ લાવશે.
હવે અધિકારીઓને દોડવું પડશે: કમિશનર ચેમ્બરમાંથી શહેરની સમસ્યાઓનું CCTVથી મોનીટરીંગ અને તાત્કાલિક નિરાકરણ લાવશે.
Published on: 16th July, 2025

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે 2200 CCTV કેમેરાથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોવા છતાં ચેમ્બરમાં કંટ્રોલ રૂમ બનાવ્યો, જ્યાં કોર્પોરેશનના દરેક વિભાગની માહિતી મેળવી અધિકારીઓને સૂચના આપી શકશે. ચોમાસામાં રસ્તા પરના ખાડા, ટ્રાફિક સમસ્યા અને વિકાસ કામોનું નિરીક્ષણ કરશે. કમિશનર અરુણ મહેશ બાબુએ CCCની લિંક લેવા બાબતે જણાવ્યું કે વિશ્વામિત્રી નદી અને ટ્રાફિક સમસ્યાનું મોનીટરીંગ સરળ બનશે. જરૂર પડ્યે કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત વિભાગોને સૂચન પણ કરી શકાશે.