વડોદરા : ઘરફોડ ચોરી કરતી ટોળકીના 3 આરોપીઓ ઝડપાયા, રૂ. 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 ગુનાઓ ઉકેલાયા.
વડોદરા : ઘરફોડ ચોરી કરતી ટોળકીના 3 આરોપીઓ ઝડપાયા, રૂ. 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 ગુનાઓ ઉકેલાયા.
Published on: 16th July, 2025

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા દોઢ માસમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતી 3 આરોપીઓની ટોળકીને પકડી પાડી છે. આરોપીઓ બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા. પોલીસે રૂ. 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 5 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. ક્રાઈમ બ્રાન્ચે વિશ્વામિત્રી રોડ પરથી આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા વિસ્તારોમાં ચોરીની કબૂલાત કરી છે.