નર્મદા SP વિશાખા ડબરાલ: આદિવાસી યુવાને પોલીસ બનવામાં મદદરૂપ થશું
નર્મદા SP વિશાખા ડબરાલ: આદિવાસી યુવાને પોલીસ બનવામાં મદદરૂપ થશું
Published on: 06th December, 2025

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી વિશાખા ડબરાલ સંભાળી રહ્યા છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને IPS બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અધિકારી છે. આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે સંકલન વધે તે માટે તેઓ પ્રયત્નશીલ છે અને યુવાઓને મદદ કરવા માંગે છે.