સનદી અને પોલીસ અધિકારીઓએ સામોટ પ્રા. શાળાની મુલાકાત લઈ શિક્ષણ સ્તરનું મૂલ્યાંકન કર્યું.
સનદી અને પોલીસ અધિકારીઓએ સામોટ પ્રા. શાળાની મુલાકાત લઈ શિક્ષણ સ્તરનું મૂલ્યાંકન કર્યું.
Published on: 02nd December, 2025

દેડિયાપાડાની સામોટ શાળામાં IAS, IPS, અને IAF અધિકારીઓએ મુલાકાત લીધી. વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કર્યું. સામાન્ય જ્ઞાન અને તર્કશક્તિ સંબંધિત પ્રશ્નો પૂછ્યા. શાળાની સુવિધાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, આરોગ્ય-પોષણ, રમત ગમત, DIGITAL શિક્ષણ અને સરકારી યોજનાઓની માહિતી મેળવી. SPIPA અમદાવાદ દ્વારા 16 અધિકારીઓની પસંદગી કરાઈ જે ગામડાંમાં અભ્યાસ કરશે.