શ્રાવણ તૃતીયાએ સોમનાથ મહાદેવને અર્કપુષ્પ શૃંગાર: શિવજીને પ્રિય મંદાર પુષ્પોથી આદિ જ્યોતિર્લિંગ સજાવાયું.
શ્રાવણ તૃતીયાએ સોમનાથ મહાદેવને અર્કપુષ્પ શૃંગાર: શિવજીને પ્રિય મંદાર પુષ્પોથી આદિ જ્યોતિર્લિંગ સજાવાયું.
Published on: 27th July, 2025

શ્રાવણ શુક્લ તૃતીયાના અવસરે સોમનાથ મહાદેવને અર્કપુષ્પ શૃંગાર અર્પણ કરાયો. અર્કપુષ્પ શિવ આરાધનાનું મહત્વપૂર્ણ ભાગ છે, જે તપ અને સમર્પણનું પ્રતીક છે. તેમાં આધ્યાત્મિક ઊર્જા સમાયેલી છે. સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્કપુષ્પો ભક્તોની પ્રાર્થનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શિવજીને અર્કપુષ્પ અર્પણ કરવાનું શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ માટે વિશેષ સાધન માનવામાં આવે છે. સોમનાથમાં મહાદેવનું સ્વરૂપ ભક્તજનોને દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યું છે.