કુવાડવામાં ટ્રેક્ટર પરથી પડી જતાં 2 વર્ષની બાળકીનું મોત, પરિવારમાં શોક.
Published on: 28th July, 2025

કુવાડવા ગામમાં શિવધારા સોસાયટી પાસે રમતી વખતે ટ્રેક્ટર પરથી નીચે પટકાતાં 2 વર્ષની બાળકીનું માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું. આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનો પરિવાર મૂળ એમપીનો વતની છે અને તેઓ શિવધારા સોસાયટી પાસે ઝૂંપડામાં રહેતા હતા. કુવાડવા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.