<> હાર્ટએટેક આવતા મસાલા દળવાના મશીન માથે પટકાતાં યુવકનું કરુણ મોત, પરિવાર શોકમાં.
Published on: 28th July, 2025

રાજકોટના ગ્રેનીઝ સ્પાઈસીસ કારખાનામાં કામ કરતા નંદકુમાર સાડાનું હાર્ટએટેકથી સ્પાઈસીસ મશીનમાં પડવાથી મોત થયું. તે બિહારનો વતની હતો અને 25 દિવસથી રાજકોટમાં કામ કરતો હતો. પોલીસ તપાસ ચાલુ છે. અન્ય બનાવમાં, નાકરાવાડીમાં બટુકભાઈ બાહુકિયાનું બેભાન હાલતમાં મૃત્યુ થયું, કારણ અજ્ઞાત છે.