સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ માટે ભાષાદક્ષતા કસોટી યોજાઈ, જેમાં 52 ઉમેદવારોએ પરીક્ષા આપી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ માટે ભાષાદક્ષતા કસોટી યોજાઈ, જેમાં 52 ઉમેદવારોએ પરીક્ષા આપી.
Published on: 27th July, 2025

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા પીએચ.ડી. પ્રવેશ માટે ભાષાદક્ષતા કસોટી-2025નું આયોજન પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અને ડૉ. પંકજકુમાર રાવલના માર્ગદર્શન હેઠળ થયું. UGCના નિયમો અનુસાર લેખિત પરીક્ષા લેવાઈ, જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 52 ઉમેદવારોએ ભાગ લીધો. આયોજનમાં ડૉ. કાર્તિક પંડ્યા, શ્રી ઋત્વિક જાની, શ્રી અવિરત ગોહિલ અને શ્રી રાહુલ ત્રિવેદીએ સહયોગ આપ્યો.