કાનબાઈ માતાજી ઉત્સવ: સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજે ધામધૂમથી “કાનબાઇ માતાજી”નો ઉત્સવ ઉજવ્યો.
Published on: 28th July, 2025

શ્રાવણ માસમાં મહારાષ્ટ્રિયન સમાજના આરાધ્ય દેવી “કાનબાઇ માતા”નો પર્વ એટલે કાનબાઈ માતાજી ઉત્સવ. સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો દ્વારા આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. જેમાં શનિવારે સપ્ત્યા પુજન, રવિવારે માતાજીની સ્થાપના અને પ્રસાદી, આખી રાત ભજન કિર્તન અને સોમવારે શોભાયાત્રા કરી માતાજીનું વિસર્જન કરવામાં આવે છે.