સિટી બસ સેવા જર્મન સોફ્ટવેરથી વધુ કાર્યક્ષમ બનશે, નિયમિત થશે અને સુરક્ષિત પણ બનશે.
Published on: 28th July, 2025

સિટી બસ સેવાને વધુ સુદૃઢ અને સલામત બનાવવા જર્મની વિકાસ સંસ્થા (GIZ)એ ડિજિટલ સોલ્યુશન્સ અમલમાં મૂક્યા. જેમાં ‘ઇ-બસ પ્લાનિંગ ટૂલ, ઇ-બસ ફિઝિબિલિટી ટૂલ અને KPI કેલ્ક્યુલેશન ટૂલ્સ’ જેવા 3 સોફ્ટવેરનો સમાવેશ થાય છે. આ સોફ્ટવેર આઈસીસીસી ખાતે કનેક્ટ કરાયાં છે. જે સ્માર્ટ બસ સેવા શહેરીજનોને ટ્રાફિક, પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે, તેમજ ભવિષ્યની યોજનાઓ માટે પણ ઉપયોગી થશે.