કચ્છમાં દુકાળની વાસ્તવિકતા: 6 વર્ષથી વરસાદ સારો પણ પીડા હજુ એવી જ છે.
Published on: 28th July, 2025

કચ્છ જિલ્લો આબોહવા માટે જાણીતો છે. અગાઉ દુકાળ પડતો, પણ છેલ્લાં 6 વર્ષથી સારા વરસાદથી અછત દૂર થઈ છે, પરંતુ દુકાળના ડામ ચોમાસે યાદ આવે છે. 2018-19નો દુષ્કાળ 30 વર્ષમાં મોટો હતો, જેમાં ઓછા વરસાદથી પશુઓ માટે ઘાસચારો અને પાણીની તંગી સર્જાઈ હતી. સરકારે અછત જાહેર કરી, ઘાસ ડેપો શરૂ કર્યા અને ઘાસ કાર્ડ ઇશ્યુ કર્યા. ભૂતકાળમાં 1630 અને 1899-1900માં પણ દુષ્કાળ પડ્યા હતા, જેમાં સરકારે સહાય કરી હતી.